પરીક્ષાના ડિપ્રેશનમાં આપઘાત

પરીક્ષાના ડિપ્રેશનમાં આપઘાત
પરીક્ષાના ડિપ્રેશનમાં આપઘાત
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી રહી છે. રાજકોટ જાણે આપઘાતનું કેપિટલ બની ગયું હોય એમ દિન-પ્રતિદિન ભણતરના ભારથી ભયભીત થતા વિદ્યાર્થિનીઓ મોતને વહાલુ કરી રહી છે. હજુ 2 દિવસ પહેલાં કોલેજની પરીક્ષા આપી છાત્રાએ જિંદગી ટૂંકાવી હતી. ત્યારે આજે ચોટીલાના ખેરાણા ગામે ધો.12ની છાત્રાએ નાપાસ થવાના ડરથી ઝેરી દવા પી આયુખું ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરીક્ષાના ટેન્શનને કારણે વિદ્યાર્થીઓ દ્વારા આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં બોર્ડની પરીક્ષા ચાલુ થયાના પ્રથમ દિવસે જ સવારે ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી લેતાં ચકચાર મચી ગઈ હતી. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

પરીક્ષાના પ્રથમ દિવસે ઝેરી દવા પીધા બાદ વિદ્યાર્થિનીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.આ અંગે ચોટીલા પોલીસે કાગળો કરવા તજવીજ આદરી છે. બનાવની વિગતો અનુસાર, ચોટીલાના ખેરાણા ગામે રહેતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે તા.28/03ના સવારે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે 10 દિવસની સારવાર બાદ તેનું ગઈકાલે મોડી રાત્રે મોત નીપજ્યું હતું. સગીરા એક ભાઈની એકની એક બહેન હતી. પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

મૃતક સણોસરામાં આવેલી મોડલ શાળામાં ધો.12માં અભ્યાસ કરતી હતી.ધો.12માં અભ્યાસ કરતી સગીરાની તા.28/03ના રોજ બોર્ડની પરીક્ષા ચાલુ થઈ હતી અને પહેલું પેપર હતું, એ જ દિવસે સવારે ઊઠી પરીક્ષામાં નાપાસ થઈશ તો એવા ડરથી ઝેરી દવા પીધી હતી અને ત્યાર બાદ પિતાને કહ્યું હતું કે પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે, જેથી પરિવારે સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં તેની સારવારમાં ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ચોટીલા પોલીસે કાર્યવાહી આદરી છે.

આજથી એક સપ્તાહ પહેલાં ધોરણ 10માં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યાર બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે 1:30 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવતીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી જઈને જાતને જલાવી જીવાદોરી ટૂંકાવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે શહેરની પ્રિયદર્શીની સોસાયટીમાં રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી સગીરાએ રૂમમાં પંખામાં ચૂંદડી બાંધી દેહ લટકાવી દેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ તબીબે તેને મૃત જાહેર કરતાં સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના હેડ કોન્સ્ટેબલ રમેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

Read About Weather here

આપઘાતનું કારણ પણ બહાર આવ્‍યું નથી. આપઘાતનું કારણ પરિવારજનો જાણતા ન હોવાથી પોલીસે તપાસ યથાવત્ રાખી છે.રાજકોટ શહેરમાં 2 દિવસ પહેલાં કોલેજિયન યુવતીએ પરીક્ષામાં પેપર નબળું જતાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. કોલેજિયન યુવતી ઘરે ઊલટી કરવા લાગતાં પરિવારને જાણ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરના મવડી રોડ શોભના સોસાયટીમાં રહેતી અને કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી શ્વેતા મનસુખ હાપલિયા (ઉં.વ.20) ગઈકાલે બપોરે બી.કોમ.નું છેલ્લું પેપર દઈને ઘરે આવ્યા બાદ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here