પરિવારજનોમાં હૈયાફાટ રુદન

પરિવારજનોમાં હૈયાફાટ રુદન
પરિવારજનોમાં હૈયાફાટ રુદન
ઉનાના વાંસોજ ગામના માછીમાર નાનુભાઇ રામભાઇ કામળીયા વેરાવળની રાજકમલ નામની ફિશિંગ બોટ નં.જીજે 11 એમ એમ 12904 દરિયામાં નવે. 2018માં માછીમારી કરતા હતા. ત્યારે ભારતીય જળ સીમામાંથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા બોટને પકડી પાડી હતી. અને નાનુભાઇ પાકિસ્તાનની કરાંચી જેલમાં ત્રણ વર્ષથી કેદ હોવાથી અને ગત 3 ફેબ્રુ. 2022ના નાનુભાઇને શ્વાસની તકલીફ હોવાના કારણે પાક. જેલમાં મૃત્યુ પામ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

એની જાણ લાડી જેલમાં રહેતા સંજયભાઇએ મોકલાયેલા પત્ર દ્વારા થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.બે માસ બાદ પાકિસ્તાનથી માછીમારનો મૃતદેહ માદરે વતન લાવવા કાર્યવાહી હાથ ધરેલી અને આજે બપોરના સમયે વાંસોજ ગામે એમ્બ્યુલન્સ મારફત નાનુભાઈનો મૃતદેહ પહોંચતા ગામલોકો હીબકે ચડ્યો હતા. મૃતકનાં પરિવારજનો તેમજ ગામલોકોમાં હૈયાફાટ રુદનનાં દૃશ્યો સર્જાયાં હતાં. હરિભાઇ બોઘાભાઇ સોલંકી, મોહનભાઇ વાજા, ગામના પટેલ, આગેવાનો તેમજ ફિશરીઝના અધિકારી સહિતના મોટી સંખ્યા લોકો પરિવારને સાંત્વના આપવા પહોંચી ગયા હતા.

Read About Weather here

વાંસોજ ગામના મૃતક નાનુભાઇ કામળિયા પાકિસ્તાનના લાડી જેલમાંથી સંજય નામના ખલાસીનો લખેલ પત્ર 14 ફેબ્રુ. 2022નાં વાંસોજ ગામે આવતા તેમાં નાનુભાઇ કામળીયાનું 3 ફેબ્રુ.2022નાં રોજ મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું.માછીમારનો મૃતદેહ માદરે વતન લાવવા સાંસદમાં પ્રશ્નો ઊઠ્યો’તોવાંસોજ ગામના માછીમાર પા.જેલમાં ત્રણ વર્ષથી કેદ હોય અને તેનું મૃત્યુ થતાં તેની જાણ પરીવારોને થયેલ અને માછીમારનો મૃતદેહ વતન લાવવા સાંસદમા પણ આ પ્રશ્નો ઊઠ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here