પતિ-પત્નીના પ્રેમમાં પડી મહિલા

પતિ-પત્નીના પ્રેમમાં પડી મહિલા
પતિ-પત્નીના પ્રેમમાં પડી મહિલા
ત્રણેય હવે સાથે રહેવા લાગ્યા. હકીકતમાં, ૨૬ વર્ષની ન્યૂયોર્ક સ્થિત નર્સ રેબેકા બોનો ઓફિસમાં ૨૯ વર્ષીય ડો. માર્ટી કોલને મળી હતી. શરૂઆતમાં બંને વચ્ચે સારી મિત્રતા હતી. અમેરિકામાં એક નર્સ ડોકટર અને તેની સાથે કામ કરતી તેની પત્નીના પ્રેમમાં પડી ગઈ

Visit Saurashtra Kranti Homepage here

પાછળથી, જયારે રેબેકાને ખબર પડી કે માર્ટી ૨૯ વર્ષની નતાશા નામની મહિલા સાથે રિલેશનશિપમાં છે અને બંનેની સગાઈ પણ થઈ ચૂકી છે. પછી રેબેકાએ વિચાર્યું કે ચાલો એક દિવસ માર્ટીની મંગેતરને પણ મળીએ. આ પછી જયારે ત્રણેય મળ્યા ત્યારે તેમને ખબર ન હતી કે આ પછી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે.

રેબેકાએ કહ્યું, ‘કોરોનાને કારણે શહેરમાં લોકડાઉન હતું અને તમામ ઓફિસો પણ બંધ હતી. પછી અમે ત્રણેય ઘણીવાર સાથે સમય વિતાવતા. કયારેક કૂતરાઓને ફેરવવા, ડિનર અને પાર્ટીઓમાં સાથે જવાનું. મે ૨૦૨૦ માં, અમને સમજાયું કે અમે મોટાભાગનો સમય સાથે વિતાવીએ છીએ.

જેમ કે એક યુગલ વિતાવે છે. પછી અમને ખબર પડી કે અમે ત્રણેય રિલેશનશિપમાં છીએ. પરંતુ ટૂંક સમયમાં માર્ટી અને નતાશા લગ્ન કરવાના હતા. તો અમે થોડી મૂંઝવણમાં પડી ગયા કે હવે શું કરવું?

તેણીએ કહ્યું, ‘પછી મેં Instagram અને અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ પર જોવાનું શરૂ કર્યું કે શું અમારા જેવા અન્ય કોઈ લોકો છે કે જેઓ સાથે સંબંધમાં રહીને પરિવારને આગળ વધારી રહ્યા છે.’

રેબેકાએ કહ્યું, ‘હું ખૂબ જ મૂંઝવણમાં હતી કે મારે તેના લગ્નમાં હાજરી આપવી કે નહીં. આના પર બંનેએ એમ પણ કહ્યું કે હું તેમના લગ્નમાં આવીશ તો તેમને ગમશે. મારા માતા-પિતા પણ લગ્નમાં આવ્યા હતા.

પરંતુ મેં તેમને માત્ર એટલું જ કહ્યું કે અમે ત્રણેય માત્ર સારા મિત્રો છીએ. તેઓ જાણતા ન હતા કે હું બાયસેકસ્યુઅલ છું. અને મને એ પણ ખબર નહોતી કે માર્ટી અને રેબેકા રિલેશનશિપમાં છે.

રેબેકાએ કહ્યું, ‘પરંતુ માર્ટી અને નતાશાના લગ્ન પછી પણ અમારા ત્રણેય વચ્ચેના સંબંધો એવા જ છે. અગાઉ મારા માતા-પિતાને આ બાબતે થોડો વાંધો હતો. પરંતુ જયારે તેઓ જુએ છે

Read About Weather here

કે હું આ બંનેથી ખુશ છું તો હવે તે પણ મને સપોર્ટ કરે છે.અમે ત્રણેય આજે પણ સાથે રહીએ છીએ જેમ પહેલા રહેતા હતા. હવે હું મારું દ્યર છોડીને તેમના ઘરે શિફ્ટ થઈ ગઈ છું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here