પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું…!

પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું…!
પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું…!
જામનગરના દરેડ વિસ્તારમાં આવેલા મુરલીધર પાર્કમાં રહેતા પરિવારની પુત્રી આરાધનાના ઈન્દોરમાં રહેતા મિથુન નામના યુવક સાથે એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા. જામનગરના દરેડ

Visit Saurashtra Kranti Homepage here

વિસ્તારમાં રિસામણે બેસેલી પરિણીતા પર તેના પતિએ ફાયરિંગ કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે હુમલાખોર પતિની શોધખોળ શરૂ કરી છે.

લગ્નજીવનની શરૂઆતમાં જ પતિ-પત્ની વચ્ચે વિવાદ થતાં આરાધના જામનગરમાં તેનાં માતાપિતા સાથે રહેવા આવી ગઈ હતી. પતિ-પત્ની વચ્ચે છેલ્લા આઠ મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતો.

ત્યારે આજે આરાધના તેના ઘર પર હતી ત્યારે જ ઈન્દોરથી તેનો પતિ મિથુન આવી પહોંચ્યો હતો અને રિવોલ્વર જેવા હથિયારમાંથી આરાધના પર બે રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો.

Read About Weather here

આરાધનાને લોહીલુહાણ હાલતમાં એમ્બ્યુલન્સ મારફત જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ પોલીસે હુમલો કરી નાસી છૂટેલા પતિની શોધખોળ શરૂ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here