પતંગ પર્વની શરૂ થઇ તૈયારીઓ

પતંગ પર્વની શરૂ થઇ તૈયારીઓ
પતંગ પર્વની શરૂ થઇ તૈયારીઓ

ઉતરાયણની ઉજવણીનો ગજબનાક ઉત્સાહ
બજારમાં અવનવી વેરાયટીઓની પતંગ-ફીરકીઓ: આકર્ષક લાઇટીંગ વાળા માસ્ક-ટોપી-ગોગલ્સની વેરાયટીઓ પણ ઠલવાઇ

મકરસંક્રાંતીના તહેવારને હવે ગણતરીનાં દિવસો જ આ તહેવારના આગમનમાં બાકી રહ્યા હોય, પતંગ દોરાની દુકાનો, આકર્ષક શણગાર સજી, સજ્જ બની છે.
બજારમાં પણ પતંગ-દોરાની ખરીદીનો અનેરો ઉત્સાહ છવાયેલો છે. અગાઉ તો બે મહિના પહેલા જ પંતગ ચગાવવા માટે બાળકો, મોટા તથા પંતગ રસીયાઓ પંતગ ઉડાવતા નજરે પડતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

પણ હવે ભણતર અને વ્યવસાયમાં વ્યસ્ત હોવાથી ર0 થી રપ દિવસ આ આનંદ માણતા હોય છે. ખાસ કરીને રવિવાર અને રજાના દિવસે આ આનંદ ભરપૂર માણી શકે છે ત્યારે વાતાવરણ મીની સંક્રાંત હોય એવુ લાગે છે. રીલમાં અલગ-અલગ વેરાયટીમાં રીલ 1000 વારથી લઇ પ000 વાર સુધીનાં મળે છે. આ રીલ માંજો ઘસતા કારીગરો પાસે તૈયાર કરાવે છે અને અમુક લોકો જાતે જ સરસ-કાચ-કલર વગેરે મટીરીયલ તૈયાર કરી બનાવતા હોય છે.

બે વર્ષ કોરોનાના કપરા કાળને હિસાબે, દોરા બનાવટી કંપનીઓ અને પતંગ બનાવતા કારીગરો, પુરતુ ઉત્પાદન કરી શકયા નથી. જેથી બજારમાં માલની તિવ્ર અછત જોવા મળી રહી છે. વેપારીઓનો ઓર્ડર સામે ઉત્પાદકો પ0 ટકા સુધીની જ સપ્લાય કરી શકે છે.

જેથી છેલ્લા દિવસોમાં વેપારીઓ, માલનું વેચાણ કરી શકે તે માટે અત્યારથી જ ખરીદીનો સ્ટોક વધારતા થયા છે. પતંગમાં ર00 થી પતંગથી શરૂ 3પ0 સુધીની પતંગો અનેક વેરાયટીઓમાં આવી છે. પતંગમાં ર ઇંચથી શરૂ થઇ 34 ઇંચ સાઇઝ પોતાના ત્થા આખા કાગળની એક જ પતંગ બનતા આખીયા પણ ઉપલબ્ધ છે. પતંગના ગીફટ પેકેટ જેમાં પતંગ, બ્યુગલ, આકર્ષક માસ્ક, નાની ફીરકી વગેરે આવે છે.

યુવાનોમાં પ્રિય એવી સફેદ ચીલ, કલર ચીલ, કાળી ચીલ, હિરો પ્રીન્ટની બોલીવુડનાં કલાકારોની, કાર્ટુન પ્રિન્ટની વેરાયટીમાં મેરા ભારત મહાન, ડોરેમોન, છોટાભીમ, મોટુ પતલુ, શિવા સાયકલ, ફ્રી ફાયર, પબ્જી, પીપાન્જી, બેનટેન, પોકીમેન, ટોહ દા જેરી, ઓગી, સ્પાઇડરમેન, સુપરમેન, આર્યન મેન, હલ્ક, સફેદ રંગીન રોકેટ, ટાઇગર ચઢ્ઢા પીવીસી બાજ, સફેદ રંગીન ચાંદ-આખ,

Read About Weather here

હે પી ન્યુઇસર-ર0રર, વેલેન્ટાઇન, રંગીન કાટદાર, બટર પ્લેન, જયપુરી રંગીન, સફેદ રંગીત ફરા, પાન ટોપ દીલ, કોરોનો ગો ઇઅર, વગેરે 1001 વેરાયટીમાં પતંગો આવી છે. બજારમાં અંદાજીત ભાવ પંતગના પંજાના 40થી શરૂ થાય છે અને ફિરકીના અંદાજીત ભાવ 150થી શરૂ થાય છે. (11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here