પતંગોને આકાશમાં મોકલનાર કાતીલ દોરાએ શહેરીજનોને સિવિલમાં મોકલ્યા

પતંગોને આકાશમાં મોકલનાર કાતીલ દોરાએ શહેરીજનોને સિવિલમાં મોકલ્યા
પતંગોને આકાશમાં મોકલનાર કાતીલ દોરાએ શહેરીજનોને સિવિલમાં મોકલ્યા

દોરાના કાપાથી અનેકના કાન, નાક અને ગળા પર ઇજા, સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ: આખો દિવસ ઇમરજન્સી કોલ આવતા 108નો સ્ટાફ સતત દોડતો રહયો

મકરસંક્રાંતિની મોજમસ્તીનું પર્વ રાજકોટના અનેક નાગરિકો માટે પીડા દાયક બની ગયું હતું. પતંગની ધારદાર દોરીથી 45 જેટલા લોકો લોહીલુહાણ થઇ ગયા હતા. નાક, કાન, ગળા પર અને આંગળીઓ પર કાતીલ દોરી ધસાવવાથી કાપા પડી જતા આ તમામ ધાયલોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડયા હતા. સિવિલનો ઇમરજન્સી સ્ટાફ સતત ખડેપગે રહયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પતંગ પર્વ દરમ્યાન આખો દિવસ ઇમરજન્સી કોલ આવતો હોવાથી 108નો સ્ટાફ સતત દોડતો રહયો હતો અને ધાયલ થતા લોકોને સ્થળ પર અથવા તો સિવિલ લઇ જઇ સારવાર આપવામાં આવી હતી. કાચના ભુક્કાથી માંજો પાયો હોય એવા દોરા અને કાતીલ ગણાતા ચાઇનીઝ દોરાથી અનેક વાહન ચાલકો ઝપટમાં આવી ગયા હતા અને તહેવાર બગડી ગયો હતો.

Read About Weather here

શહેરમાં ઠેરઠેર રસ્તા પર લટકતા દોરાથી 45થી વધુ લોકોને ઇજાઓ થઇ હતી. લટકતા દોરાથી અથવા કપાયેલી પતંગના દોરાથી અનેક લોકોને આંખ, કાન, ગળા અને નાક પર ઇજાઓ થઇ હતી અને તાકિદની સારવાર લેવાની ફરજ પડી હતી. મોરબી રોડ, રેલનગર, પંચાયત નગર, અવધ રોડ, કુંભારવાડા, તોપખાના, હુડકો, રાજનગર, કુબલીયાપરા, ઘંટેશ્ર્વર, ગાયકવાડી વગેરે વિસ્તારોમાં લોકો ધાયલ થયાના વાવડ મળતા 108ના સ્ટાફે દોડી જઇ સારવાર આપી હતી. આ રીતે અનેક શહેરીજનો માટે પતંગની મજા સજા બની ગઇ હતી.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here