પંચાયત ચોકમાં દૂધની ભેળસેળ કરતો શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ

પંચાયત ચોકમાં દૂધની ભેળસેળ કરતો શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ
પંચાયત ચોકમાં દૂધની ભેળસેળ કરતો શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ

પેડક રોડની શિવશક્તિ ડેરી-આશાપુરા ડેરી, સાંમાકાઠાની ડેરીઓમાં ભેળસેળીયું દુધની સપ્લાય થયાનું ખુલ્યું: 1 હજાર લીટર દૂધ કબજે કરતી પોલીસ

શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર ચોક પાસે દૂધની ભેળસેળ થતી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરીને ભરવાડ શખ્સની ધરપકડ કરી બે ટાકીમાંથી 1000 લીટર દૂધ કબ્જે કરીને વડોદરા લેબમાં મોકલવા તજવીજ હાથ ધરી છે. આ મિશ્રિત દૂધ શિવ શક્તિ ડેરી, આશાપુરા ડેરીમાં મોકલવાનું હોવાનું ખુલતા ચકચાર મચી છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગતો મુજબ ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધની ખરીદી કરીને પંચાયતનગર ચોક પાસે ભેળસેળ કરવામાં આવતું હોવાની ચોક્ક્સ બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ.એ.એસ.ચાવડા, પી એસ.આઈ એ.બી.જાડેજા, ડિસ્ટાફની ટીમે રેડ કરીને બોલેરો ગાડીના ચાલક રાજા ગોગન ટોળીયા ( ઉ.વ 34 રહે. ઢાંક ગામ ઉપલેટા )ની ધરપકડ કરી

બે ટાંકી માંથી 1000 લીટર દૂધ કબ્જે કર્યું હતું. આ દૂધના સેમ્પલો લઈ ફૂડ શાખા વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યારે દૂધના સપ્લાયર વિજય ભાભલુભાઈ માંકડ ( રહે. ઢાંક ગામ ઉપલેટા ) સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

Read About Weather here

આ સમગ્ર દૂધનો જથ્થો સામાકાંઠે તેમજ પેડક રોડ પર આવેલી શિવ શક્તિ ડેરી, આશાપુરા ડેરી ખાતે સપ્લાય કર્યાનું ખુલ્યું હતું. હાલ પોલીસે જુદી જુદી ડેરીના દૂધના સેમ્પલો લઈ તપાસ અર્થે મોકલ્યા છે.(5.5)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here