‘નો રિપીટ’ થિયરીની પાંખ પર સવાર થઇ વિક્રમજનક વિજયનો વ્યૂહ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભાજપમાં મોવડી મંડળની મનોકવાયત વેગવાન
સિનિયરોની સાવ બાદબાકી ન થાય તો પણ અનેકની ટિકિટ કપાઈ જવાનો રાજકીય પંડિતોનો મત: નેતા કે કાર્યકરનું વ્યક્તિગત કદ નહીં બલ્કે કામનું કદ જોવાનું માપદંડ અમલમાં મુકાવવાની રાજકીય નિરીક્ષકોમાં જોરદાર ચર્ચા
અનેક મુરતિયોનાં અરમાન અધુરા રહેવાની શક્યતા, પદસ્થ હોય એવા ઘણાબધાને પણ પત્તું કપાઈ જવાનો ડર, નવા તરવરીયા જોમવનતા ઉમેદવારોને પ્રથમ પસંદગી
ચૂંટણી ટિકિટોની ફાળવણીમાં નેતાગીરીને સ્પષ્ટપણે ભલામણોને અવગણવા, વંશવાદથી દૂર રહેવા અને કામને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા કેન્દ્રીય મોવડીઓની તાકીદ: ગુજરાતમાં એકવખત સફળ થયેલી ‘નો રિપીટ’ થિયરી જ રિપીટ થવાની સંભાવના પ્રબળ

રાજકીય નિરીક્ષકો એવું માનવા લાગ્યા છે કે, ગુજરાત મહત્વનું રાજ્ય હોવાથી મોવડી મંડળ આ પરંપરાગત ગઢ જાળવી રાખવાની કોઈ કસર છોડવા માંગતું નથી. એટલે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં ભાજપનાં મતે સફળ નિવડેલી ‘નો રિપીટ’ થિયરી પુરેપુરી અમલમાં મુકવામાં આવે તેવી પ્રબળ સંભાવના ભાજપને નજીકથી જાણનારા ઉચ્ચકક્ષાનાં રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. ટિકિટોની ફાળવણી સમયે ઘણાબધા માપદંડો નક્કી કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારથી ભાજપનાં પ્રદેશ પ્રમુખની ધુરા સી.આર.પાટીલ જેવા તેજતરાર નેતાએ સંભાળી છે. ત્યારથી ભાજપમાં કોઈ એક વ્યૂહરચના પર મદાર રાખવામાં આવતો નથી. અચ્છા- અચ્છા પંડિતો એમના ભાવિ પગલાનો અંદાજ કાઢવામાં ખાપ ખાઈ જતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

એટલે વિધાનસભાની ચૂંટણીઓ સમયે ટિકિટ ફાળવણીમાં કોઈ નવી વ્યૂહરચના જોવા મળે તો નવાઈ નહીં લાગે. એ નવી વ્યૂહરચના અંગે રાજકીય નિષ્ણાંતો પોતપોતાની રીતે અને પોતપોતાના સંપર્કો મુજબ મનોકવાયત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, ગુજરાતમાં ટિકિટોની ફાળવણી માટે ભલે ગમે તેટલા માપદંડ નક્કી થાય. મુખ્ય માપદંડ અને મુખ્ય થીંક ફેક્ટર એ માત્ર નો રિપીટ થિયરી જ રહેશે. એ નક્કી વાત માનવામાં આવે છે. ગુજરાત ભાજપનાં રાજકારણ માટે પહેલેથી નિર્ણાયક અને મહત્વપૂર્ણ રહ્યું છે. તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને ભાજપની કેન્દ્રીય અને પ્રદેશ નેતાગીરી ગુજરાતનો ગઢ જાળવી રાખવાની દિશામાં કોઈ કચાસ રાખવામાં આવી નથી. એટલે નેતાગણમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી માટે જોરશોરથી મનોકવાયત શરૂ થઇ ચુકી છે. કોને ટિકિટ આપવી, કોને ન આપવી, કોને રિપીટ કરવા કે ન કરવા એ તમામ મુદ્દાઓની તલસ્પર્શી સમીક્ષામાં ભાજપની નેતાગીરી ગળાડૂબ બની છે.

યુપીએ અને ત્યાંનાં મતદારોએ દેશને ફરી એકવખત દિશા નિર્દેશ કર્યો છે. યુપીમાં પ્રજાએ વિશ્ર્વાસનો જે મત આપ્યો છે. એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ માટે આપ્યો છે. એ ભાજપની નેતાગીરી સમજે છે. ગુજરાતમાં યુપી જેવો બલ્કે તેનાથી પણ વધુ સારો વિક્રમજનક વિજય મોદીની પ્રતિભાને આધારે મેળવી શકાય તેમ છે. તેવો પ્રદેશ નેતાગીરીને નક્કર વિશ્ર્વાસ છે. એટલે કોઈ હિચકિચાટ વિના કે લાંબી મથામણ કર્યા વિના આગામી ચૂંટણીઓમાં નો રિપીટ થિયરીનો નગારે ઘા કરી જ દેવાશે એવું રાજકીય પંડિતોનું મક્કમપણે માનવું છે. જો એવું થાય તો ટિકિટ માટેની પાત્રતા ક્યાં પ્રકારની ગણવામાં આવશે. એ સવાલ પણ મહત્વનો રહેશે. રાજકીય નિષ્ણાંતોનાં મતે ટિકિટોની ફાળવણીમાં ચોક્કસ પ્રકારનાં માપદંડો અમલમાં મુકવામાં આવે તેવી સંભાવના છે.

Read About Weather here

કેન્દ્રીય નેતાગીરીએ પણ સ્પષ્ટ ગાઈડલાઈન્સ એ દિશામાં પ્રદેશ નેતાગીરીને આપી દીધી હોય તેવું માનવામાં આવે છે. સૌથી મહત્વનું પરિબળ કે માપદંડ એ રહેશે કે કોઈપણ ઉમેદવારનું કદ નહીં કામ જોઇને ચૂંટણીનાં મેદાનમાં ઉતરવાની તક આપવામાં આવશે. ભલામણોની અવગણના કરવા, વંશવાદથી દૂર રહેવા અને કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે કેન્દ્રનાં મોવડીઓની તાકીદથી પ્રદેશ નેતાગીરીએ પણ મન બનાવી લીધું છે. એ જોતા અનેક મુરતિયાનાં અરમાનો અધુરા રહી જવાની શક્યતા પ્રબળ બની છે. પદસ્થ હોય એવાને પણ પત્તું કપાઈ જવાનો ડર બેસી ગયો છે. નવા ચહેરા, લોકો સાથે સતત સંપર્ક જાળવી રાખનારા જોમવાન ઉમેદવારોને ટિકિટ ફાળવણી કરવામાં પ્રથમ પસંદગી આપવાનું વલણ રહેશે. એવું રાજકીય નિરીક્ષકો હવામાન સર્જાતું જોઈ રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here