નૉનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય…!

નૉનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય…!
નૉનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય…!
અમદાવાદ શહેરમાં તમામ જાહેર રસ્તાઓ, મંદિર, ગાર્ડન, હોલ સહિતની જાહેર જગ્યાના 100 મીટરના દાયરામાં ઊભી રહેતી નૉનવેજની લારીઓને ઊભી નહીં રહેવા દેવાનો નિર્ણય સોમવારે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં લેવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ, વડોદરા, ભાવનગર બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં માંસ, મટન, મચ્છી, ઇંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહી પણ હેલ્થનું લાઈસન્સ નહી ધરાવતી દુકાનોમાં પણ માંસ, મટન, મચ્છી કે ઇંડાના વેચાણ સામે પગલાં લેવામાં આવશે.

બીજી તરફ અગાઉ મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટીમાં પણ થયેલા ઠરાવ અનુસાર આ પ્રકારની લારીઓ જાહેર રસ્તાઓ પર ઉભી રહીને ધંધો ન કરે તેવી સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છે.

ત્યારે આજેની બેઠકમાં એસ્ટેટ વિભાગને સ્પષ્ટ સુચના આપવામાં આવી છેકે, જાહેર સ્થળો પર ઉભા રહીને આ પ્રકારના ખાદ્ય ખોરાકનું વેચાણ કરતા અટકાવવામાં આવવા જોઇએ. જે લોકો પાસે તેની યોગ્ય લાયસન્સ ન હોય તે તમામ દુકાનો સામે આવતીકાલથી તવાઇ ‌આવશે.

સેન્સસનાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ સરવેના 2014ના તારણો અનુસાર ગુજરાતમાં 40 ટકા લોકો નૉન-વેજીટેરીયન છે. જેમાં 39.9 ટકા પુરુષો અને 38.2 ટકા મહિલાઓ નૉન-વેજ ખાય છે.

નૉન-વેજ ખાવા બાબતે ગુજરાતના લોકો હરિયાણા, રાજસ્થાન, પંજાબના લોકોથી પણ આગળ છે. દેશમાં નૉન-વેજ ખાનારાઓની ટકાવારી 71 ટકા છે. સર્વે 2014ના તારણો મુજબ સૌથી વધારે તેલગાણામા 98.7 ટકા લોકો નૉન-વેજિટેરિયન છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંંગ એન્ડ એસ્ટેટ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ નૉનવેજની લારીઓ પર પ્રતિબંધનું કારણ આપતા જણાવ્યું હતું

કે શહેરમાં જાહેર રસ્તાઓ પર ચાલતી માંસ, મટન, મચ્છી અને ઇંડાની લારીઓને કારણે લોકોની સુરુચિનો ભંગ થઇ રહ્યો છે. ત્યાંથી નીકળતાં નાગરીકોને તેની સુગને કારણે મુશ્કેલી પડી રહી છે.

અમદાવાદમાં જો માંસ-મટન, મચ્છી કે ઇંડા વેચતી દુકાનો પાસે લાઈસન્સ હોય તો પણ તેઓ જાહેરમાં દેખાય તે રીતે આવી વસ્તુઓ રાખી શકશે નહી. જો આવી દુકાનોમાં જાહેરમાં દેખાય તેવી માંસ- મટન, મચ્છી, ઇંડા રાખશે તો તેમને પહેલી વખત સુચના આપવામાં આવશે

કે તેઓ આવી તમામ વસ્તુઓ જાહેરમાં દેખાય નહી તે રીતે રાખે, જો સૂચનાનું પાલન નહીં કરવામાં આવે તો દુકાનને સીલ કરી દેવામાં આવશે. દુકાનમાં જે વેચાણ થાય તે બંધ બોડીનું હોવાનું જોઇએ.

અમદાવાદ શહેરમાં રોજના 18 લાખ જેટલા ઇંડા વેચાય છે. એટલું જ નહી પણ ઠંડી વધવાની સાથે જ શહેેરમાં ઇંડાના વેચાણ પણ વધતું હોય છે. એટલું જ નહી પણ રોજનું અંદાજે 200 ટન મરઘાનું મટન એટલે કે 1.70 લાખથી 2 લાખ જેટલા મરઘા વેચાય છે.

વિવિધ શહેરોમાં નૉનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય અંગે સોમવારે આણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ‘કોઇ વેજ ખાય કે નોનવેજ ખાય તેની સામે અમારો કોઇ પ્રશ્ન જ નથી.

ઉપરાંત ટ્રાફિકને અડચણ રૂપ લારી હટાવવા જેવી બાબત હોય તે પાલિકા , મહાપાલિકા હટાવી જ શકે તે તેમાં વેજ – નોનવેજની કોઇ વાત નથી.’ મુખ્યમંત્રી આણંદ જિલ્લાના

Read About Weather here

બાંધણી ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ માટે આવ્યા હતા.જેને જે ખાવું હોય તે ખાય પણ લારીઓમાં વેચાતા ખાદ્યપદાર્થ આરોગ્ય માટે હાનિકારક ના હોય એટલા પૂરતી જ વાત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here