….ને બોલી પડ્યા કે આજે બધા કોંગ્રેસમાં જોડાશે

….ને બોલી પડ્યા કે આજે બધા કોંગ્રેસમાં જોડાશે
….ને બોલી પડ્યા કે આજે બધા કોંગ્રેસમાં જોડાશે
2022ની ચૂંટણી પહેલા રાજકોટ ગ્રામ્યની સીટ પર ભાજપે ખેલ પાડ્યો છે. શહેરના હેમુગઢવી હોલ ખાતે આજે રાજકોટ જિલ્લા કોંગ્રેસના અનેક ‘આપ’ના આગેવાનો ભાજપમાં જોડાયા છે. પરંતુ મંચ પર ભાજપના જ નેતાએ ભગો કરતા સભાગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જ્યાં આપ અને કોંગી આગેવાનોના પ્રવેશ સમયે રાજકોટ ભાજપના સહકારી આગેવાન બાબુ નસીતની જીભ લપસી હતી અને તેમણે કહ્યું હતું કે, ‘આજે બધા કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે.’ બાબુ નસીતના આ નિવેદનથી સ્ટેજ પરથી સૌરાષ્ટ્ર પ્રભારી વિનોદ ચાવડા સહિતના આગેવાનોએ કહ્યું, એ ભાઈ..કોંગ્રેસ નહિ ભાજપમાં જોડાશે.

Read About Weather here

તુરંત ભાજપ નેતા બાબુ નસીતએ પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું પણ સભાગૃહમાં હાસ્ય ફેલાયું હતું.નોંધનીય છે કે, રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંજય ખુંટ અને લોધિકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ પણ ભાજપનો કેસ પહેર્યો છે. લોધિકા તાલુકા પંચાયતના ત્રણ સભ્યો સહિત 150 જેટલા કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here