નેશનલ હેરલ્ડના તમામ નાણાંકીય સોદા અને હેરફેર માટે મોતીલાલ વોરા જવાબદાર: રાહુલ

નેશનલ હેરલ્ડના તમામ નાણાંકીય સોદા અને હેરફેર માટે મોતીલાલ વોરા જવાબદાર: રાહુલ
નેશનલ હેરલ્ડના તમામ નાણાંકીય સોદા અને હેરફેર માટે મોતીલાલ વોરા જવાબદાર: રાહુલ
નેશનલ હેરલ્ડ નાણાંકીય હેરફેરનાં કેસમાં રાહુલ ગાંધીને ફરી એક વખત શુક્રવારે હાજર થવા ઇડીએ સમન્સ પાઠવ્યું છે. ત્રણ દિવસ સુધી 30 કલાકની પૂછપરછ બાદ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાએ ગુરૂવારે હાજર રહેવામાંથી મુક્તિ આપતા ઇડીએ મંજૂરી આપી હતી. આવતીકાલે શુક્રવારે રાહુલ ફરી ઇડી કચેરી હાજર થશે. દરમ્યાન કોંગ્રેસ દ્વારા દેશભરમાં ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં સેંકડો કાર્યકરોની અટકાયત થઇ ચુકી છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે પણ દિલ્હી સહિત ઠેરઠેર કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકરોએ મોટાપાયે દેખાવો કર્યા હતા અને ઇડીની કાર્યવાહીનાં વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ઇડી કચેરીમાં અત્યાર સુધીમાં રાહુલ ગાંધીની 30 કલાક સુધી પૂછપરછ થઇ છે. પ્રશ્ર્નોનો મારો ચલાવીને રાહુલ અલગ-અલગ બાબતો પર રાહુલનાં નિવેદન નોંધવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાહુલ ગાંધીએ યંગ ઇન્ડિયાનાં તમામ સોદા અને હેરફેર માટે કોંગ્રેસનાં એક સમયનાં ખજાનચી સ્વ.મોતીલાલ વોરાને જવાબદાર ગણાવ્યા હતા અને એ અંગે ઇડી સમક્ષ નિવેદન નોંધાયું હતું. હવે શુક્રવારે રાહુલની તપાસ આગળ વધશે. દરમ્યાન દેશભરમાં કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકરો ઉગ્ર સત્યાગ્રહ ચલાવી રહ્યા છે. દેખાવો અને ધરણા ચાલુ રાખવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here