નેપાળમાં વિમાન હોનારત, 4 ભારતીયો સહિત તમામ 22 ઉતારૂઓના મોત

નેપાળમાં વિમાન હોનારત, 4 ભારતીયો સહિત તમામ 22 ઉતારૂઓના મોત
નેપાળમાં વિમાન હોનારત, 4 ભારતીયો સહિત તમામ 22 ઉતારૂઓના મોત
રવિવારે નેપાળમાં સર્જાયેલી ગમખ્વાર વિમાન હોનારતમાં 4 ભારતીય ઉતારૂ સહિત તમામ 22 ઉતારૂના મોત થયાનું જાહેર થયું છે. પ્રવાસન શહેર પોખરાથી નેપાળની તારા એરનું વિમાન રવાના થયાની થોડીક જ મિનિટોમાં વિમાન સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. ભારે શોધખોળ શરૂ કરવામાં આવ્યા બાદ નેપાળનાં મસ્તાંગ જિલ્લામાં સાનોસ્વારે ભીર વિસ્તારમાંથી તૂટી પડેલા વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

નેપાળ ગૃહખાતાનાં પ્રવક્તા પોખરલ્લે જણાવ્યું હતું કે, વિમાનનાં કાટમાળમાંથી અત્યાર સુધીમાં 4 ભારતીયો સહિત 14 ઉતારૂના મૃતદેહો મળી આવ્યા છે. પાઈલોટ અને કર્મચારી સહિત વિમાનમાં સવાર તમામ 22 ઉતારૂઓ મૃત્યુ પામ્યા હોવાની ભીતિ સેવાઈ છે. હજુ વધુ મૃતદેહો બહાર કાઢવા માટે યુધ્ધનાં ધોરણે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. વાતાવરણ પ્રતિકુળ હોવા છતાં ઘટના સ્થળે ટુકડીઓ મોકલવામાં આવી છે. આજે સવારે તૂટી પડેલા વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો.

આખી રાતની શોધખોળ બાદ રાહત અને બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. સતાવાર સુત્રોએ જણાવ્યા મુજબ મૂળ કેનેડામાં નિર્મિત આ ટચૂકડું વિમાન ટુરિસ્ટ સીટી પોખરાથી બીજા લોકપ્રિય ટુરિસ્ટ શહેર જોમસમ તરફ જઈ રહ્યું હતું. વિમાન કઈ રીતે અચાનક તૂટી પડ્યું એ અંગે તપાસ ચાલી રહી છે. વિમાનમાં બેઠેલા 4 ભારતીયો અશોકકુમાર ત્રિપાઠી, એમના પત્ની વૈભવી બાંદેકર (ત્રિપાઠી) અને એમના બે બાળકો ધનુષ તથા રીતિકા પણ મૃત્યુને ભેટ્યા હતા. આ પરિવાર મુંબઈનાં થાણે વિસ્તારમાં રહેતો હતો.

Read About Weather here

વિમાનનો સંપર્ક કપાઈ ગયા બાદ નેપાળનાં ગૃહખાતાએ વિમાનની શોધમાં બે પ્રાઈવેટ હેલીકોપ્ટર રવાના કર્યા હતા. દોલતગીરી પહાડી વિસ્તારમાં સ્થાનિક લોકોની મદદથી સર્ચ ટીમો પણ રવાના કરવામાં આવી હતી. વિમાન જ્યાં તૂટી પડ્યું એ આખો વિસ્તાર એકદમ સુકોભટ્ટ અને બંજર વિસ્તાર છે. આ વિસ્તારમાં વિશ્વની સૌથી મોટી અને ઊંડી ખાય પણ આવેલી છે. આ ઘટનાથી મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here