નેતાના હાથમાં દંડો શોભે નહીં…!

નેતાના હાથમાં દંડો શોભે નહીં…!
નેતાના હાથમાં દંડો શોભે નહીં…!
બોલાચાલીથી શરૂઆત થયા પછી લાતમલાતી પણ થઈ હતી. આ સિવાય એકબીજા પર હુમલો કરવા માટે ડંડા પણ કાઢવામાં આવ્યા હતા. 1 કલાક સુધીની બબાલ પછીથી મામલો શાંત થયો હતો. ઉત્તરપ્રદેશના કન્નોજમાં ભાજપ નેતાઓ અંદરોઅંદર ઝધડી પડ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

એક સ્ટેજ પર બેસવા માટે નેતાઓએ મારામારી કરી હતી. બુધવારે જન વિશ્વાસ યાત્રા દરમિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અને જિલ્લા-ઉપાધ્યક્ષના સમર્થકોની વચ્ચે મંચ પર બેસવાને લઈને બોલાચાલી થઈ હતી.

ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ અને તેમના સમર્થકોએ ધારાસભ્ય અર્ચના પાંડેયના સમર્થકો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલાનો એક વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે.

છિબરામઉ વિધાનસભા ક્ષેત્રના ઉધરનપુર ગામથી બુધવારે ભાજપની જન વિશ્વાસ યાત્રા શરૂ થઈ હતી. મોટી સંખ્યામાં બાઈક અને ફોર વ્હીલર સાથે યાત્રા કાઢવામાં આવી હતી.

યાત્રા મુખ્ય રોડ થઈને પૂર્વી બાયપાસ સ્થિત નેહરૂ મહાવિદ્યાલય ખાતે પહોંચી હતી. જ્યાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મંચ પર બેસવાને લઈને ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષની સાથે કેટલાક કાર્યકર્તાઓનો વિવાદ થયો હતો. ઝધડો વધતા જ ભાજપના નેતાઓની વચ્ચે મારામારી થઈ હતી.

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ વિપિન દ્વિવેદીએ જણાવ્યું કે ધારાસભ્ય અર્ચના પાંડેયના મામા બૃજેશ સંજય ચતુર્વેદીએ આપણા કાર્યકર્તા શિવમ ચતુર્વેદી, તુશાંત શુકલા, જિલ્લા મંત્રી કિસાન મોરચાની સાથે મારામારી કરી હતી.

જ્યારે અમે મંચ પર ચઢવાનો પ્રયત્ન કર્યો તો ધારાસભ્યના મામાના છોકરા રવિ ચતુર્વેદીએ મને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે પોતાના પરિવારના લોકોને મંચ પર ચઢાવીને મારી પર ડંડા ચલાવ્યા હતા. આ સિવાય જાનથી મારવાની ધમકી પણ આપી હતી.

Read About Weather here

હવે હું પાર્ટીના ઉપરના લોકો સાથે આ અંગે વાત કરીશ. તે પછી કઈક નિર્ણય લેવામાં આવશે.વિપિન દ્વિવેદીએ કહ્યું જિલ્લાઅધ્યક્ષ સાથે વાત થઈ ગઈ હતી કે મંચ પર જિલ્લા ઉપાધ્યક્ષે જ રહેવાનું છે. તેમને બળજબરીપૂર્વક મંચ પર રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here