નુકશાન પામેલ વાહન ચાલકોનો એક વર્ષનો વાહન વેરો માફ કરવા માંગ

નુકશાન પામેલ વાહન ચાલકોનો એક વર્ષનો વાહન વેરો માફ કરવા માંગ
નુકશાન પામેલ વાહન ચાલકોનો એક વર્ષનો વાહન વેરો માફ કરવા માંગ
રાજકોટ સહિત આખા રાજયમાં અતિશય ભારે વરસાદને કારણે રસ્તાઓની દશા બગડી ગઈ હોવાથી માર્ગોના ખાડા બુરવા અને મરામત કામ માટે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા તથા તાલુકા પંચાયતોને માર્ગ મરામત માટે ખાસ નાણાંકીય સહાય કરવા રાજકોટ મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ રાજ્ય સરકાર સમક્ષ જોરદાર રજૂઆત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પાઠવેલા પત્રમાં ભાનુબેન સોરાણીએ રજૂઆત કરી છે કે, અતિભારે વરસાદ પડ્યો હોવાથી ઠેકઠેકાણે રસ્તા પર મહાકાય ખાડા પડી ગયા છે. ખાડાને કારણે અનેક સ્થળે ઘણાબધા અકસ્માતો થઇ રહ્યા છે અને લોકો ઈજાગ્રસ્ત બની રહ્યા છે. અસંખ્ય લોકોના વાહનોને નુકશાન થયું છે. પાણી ભરેલા ભુવામાં ખાબકી પડવાથી વાહન ચાલકો ઘાયલ થયા છે અને વાહનોમાં પણ ભાંગતૂટ થઇ છે. રાજ્યમાં અનેક શહેરોમાં દિવાલો ધસી પડી છે અને વૃક્ષો ધરાશાયી થયા છે.

Read About Weather here

પત્રમાં વિપક્ષી નેતાએ રાજ્યભરની તમામ મનપા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોને માર્ગ મરામત માટે ખાસ ગ્રાન્ટ અથવા નાણાંકીય સહાય આપવા મુખ્યમંત્રીને અનુરોધ કર્યો છે. વાહનોમાં ભારે નુકશાન થયું હોવાથી એવા વાહન ચાલકોનો એક વર્ષનો વાહન વેરો માફ કરવા અને જેમને ખાડાને કારણે અકસ્માત થયા હોય એ તમામને વળતર પણ ચૂકવવા ભાનુબેન સોરાણીએ માંગણી કરી છે. આ સહાય સત્વરે જાહેર કરવા તેમણે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here