નાનામવા પ્રગટેશ્વર મંદિર ખાતે વૃક્ષારોપણ કરી રક્ષાબંધનની ઉજવણી

નાનામવા પ્રગટેશ્વર મંદિર ખાતે વૃક્ષારોપણ કરી રક્ષાબંધનની ઉજવણી
નાનામવા પ્રગટેશ્વર મંદિર ખાતે વૃક્ષારોપણ કરી રક્ષાબંધનની ઉજવણી

દરેક વર્ષ વૃક્ષારોપણ સાથે ઉજવવા રડીબા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વનિતાબેન રાઠોડે આહ્વાન કર્યું

રક્ષાબંધન પાવન પર્વની ઊજવણી ભાઈ બહેનની રક્ષા સાથે પર્યાવરણની રક્ષા થાય એ માટે રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરાયું. રડીબા ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ વનિતાબેન રાઠોડ દ્વારા દરેક પર્વમાં લોકોને વૃક્ષારોપણ સાથે ઊજવણી કરવા આહવાન કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

રક્ષાબંધન પર્વમાં ભાઈ બહેનએ રાખડી બાંધી ધરતીમાઁની રક્ષા કાજે ભાઈ-બહેનએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું.  વૃક્ષની પૂજા કરવામાં આવી. પુજાની થાળી,  ફુલ, મીઠાઈ અને વૃક્ષો રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યા.

Read About Weather here

રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂનમના દિવસે ફળાહાર વિતરણ કરવામાં આવ્યું. નાનામવા પ્રગટેશ્વર મંદિર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આસોપાલવ, ઉમરો, બીલી, જાસૂદ, વડ અને કરેણ વાવવામાં આવ્યાં. રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ વતી વનિતાબેન રાઠોડ, દિપાલીબેન રાઠોડ તથા મીત રાઠોડે જહેમત ઉઠાવી હતી. (૬.૧૩)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here