નાણાવટી ચોક પાસે યુવાનની હત્યા

નાણાવટી ચોક પાસે યુવાનની હત્યા
નાણાવટી ચોક પાસે યુવાનની હત્યા
રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાંવટી ચોક નજીક નંદનવન સોસાયટી પાસે અખ્તર નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં અખ્તર આરોપીનો મિત્ર હતો અને તે તેની પત્નીનો પ્રેમી હતો. આજે અખ્તરને પત્ની સાથે જોઈ જતા પતિએ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાંવટી ચોક નજીક આવેલ નંદનવન સોસાયટી પાસે રાત્રીના સમયે 10 વાગ્યા આસપાસ હત્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવની જાણ થતા રાજકોટ યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, જઘૠ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાદમાં મૃતક અને હત્યારા અંગે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ અખ્તર હોવાનું અને હત્યારો તેનો જ મિત્ર હુસેન દલવાણી હોવાનું સામે આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સાથે પોલીસ તપાસમાં ખુલવા પામેલ વિગત મુજબ નંદનવન સોસાયટી નજીક જ મૃતક તેમજ આરોપી રહે છે બન્ને મિત્રો છે. મૃતક યુવાન અખ્તર આરોપી હુસેન દલવાણીની પત્ની નેન્સી સાથે બેઠો હતો. બન્ને વચ્ચે પ્રેમ સબંધ હોવાના કારણે રોષે ભરાઈ મિત્રના હાથે મિત્રની હત્યા થયાનું સામે આવ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ , યુનિવર્સિટી પોલીસ તેમજ એસઓજી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા હત્યારાને પકડી પાડવા તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Read About Weather here

વિધવા માતાનો એકનો એક પુત્ર અખ્તર પાયક મંડપ સર્વિસમાં નોકરી કરતો હતો, સાંજે નોકરી પરથી છૂટ્યા બાદ તેણે તેની પરિણીત પ્રેમિકા નેન્સીને ફોન કરીને નંદનવન સોસાયટીમાં મળવા માટે બોલાવી હતી, બંને બેઠાં હતાં તે વખતે જ હુશેન ત્યાં પહોંચી ગયો હતો અને મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here