નાણાં ઉછીના મળી શકશે, તમારા વિવિધ સરકારી ડોકયુમેન્ટ ઉછીના નહીં મળે: મંત્રી રૈયાણી

નાણાં ઉછીના મળી શકશે, તમારા વિવિધ સરકારી ડોકયુમેન્ટ ઉછીના નહીં મળે: મંત્રી રૈયાણી
નાણાં ઉછીના મળી શકશે, તમારા વિવિધ સરકારી ડોકયુમેન્ટ ઉછીના નહીં મળે: મંત્રી રૈયાણી

45 સ્થળોએ ‘દીનદયાળ ઔષધાલય’નો શુભારંભ
મનપા દ્વારા વોર્ડ નં.4,5,6,15 અને 16 માં સાતમાં તબકકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

આજે મહાનગરપાલિકા દ્વારા વિધાનસભા 68 ના વોર્ડ નં. 4, 5, 6, 15 અને 16માં સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ તેમજ 45 દીનદયાળ ઔષધાલયનો શુભારંભ તેમજ રૂડા દ્વારા જુદા-જુદા ગામો માટે 6 ટીપરવાનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ દિનદયાળ ઔષધાલયનો શુભારંભ રાજ્યના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીનાં વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.

આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ,

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ તેમજ શાસક પક્ષનાં નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષનાં દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, રાજકોટ શહેર

ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરીયા, સોનલબેન ચોવટિયા, કલ્પનાબેન કિયાડા, ડે. કમિશનર આશિષ કુમાર, સી.કે. નંદાણી, એ. આર. સિંઘ, રૂડાના સી.ઈ.ઓ. એન.એફ. ચૌધરી તેમજ કોર્પોરેટરઓ,

અધિકારીઓ, કર્મચારીઓ, વિસ્તારના અગ્રણીઓ, સેવાસેતુના લાભાર્થીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવેલ કે, રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી સાતમો સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

વર્ષોથી ગુજરાતમાં અને રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષનું શાસન છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે ખૂબ સારું કામ કર્યું છે અને રાજકોટ માટે તો ભૂતકાળમાં ન થયા હોય તેવા વિકાસ કામો સરકારના સહયોગથી થયા છે.

હવે માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને વડપણ હેઠળ સરકાર દ્વારા આ વિકાસ યાત્રા સતત જળવાઈ રહેશે અને રાજકોટના લોકોનો વિશ્ર્વાસ અકબંધ જળવાઈ રહેશે.

પોતાના વિભાગની વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમ દ્વારા 8200 જેટલી બસના કાફલાથી રાજ્યના અંતરિયાળ ગામડાઓ સુધી પરિવહનની સેવા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ સેવા વધુ સુદ્રઢ બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

મંત્રીએ વધુમાં કહ્યું કે, લોકોને સરકારી કચેરીઓના ધકકા ન ખાવા પડે અને ઘર આંગણે જ વિવિધ યોજનાઓ અને સેવાઓના લાભો પ્રાપ્ત થાય તે માટે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે.

આ તકે હું લોકોને એ જણાવવા માગું છું કે, નાણાં ઉછીના મળી શકશે પણ તમારા વિવિધ સરકારી ડોક્યુમેન્ટસ ઉછીના નહિ મળે જેમ કે, રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ તેમજ અન્ય સરકારી દસ્તાવેજો માટે સમયસર બનાવડાવી લેવા જોઈએ.

જયારે સેવાસેતુ કાર્યક્રમ યોજાય ત્યારે ત્યાંથી આવા દસ્તાવેજો માટેની પ્રક્રિયા થતી હોય છે તો લોકો તેનો લાભ લ્યે તેવી મારી અપીલ છે.આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવએ જણાવેલ કે, આજના આ સેવાસેતુ કાર્યક્રમમાં આવરી લેવામાં આવેલી વિવિધ 57 સેવાઓની માહિતીની પત્રિકા મારફત પણ લોકોને જાણકારી આપવામાં આવેલી છે.

વિશેષમાં, આજથી રાજકોટના વિવિધ સ્લમ અને ઝુંપડપટ્ટી એરિયામાં કુલ 45 દીનદયાળ ઔષધાલય શરૂ થવા જઈ રહ્યા છે જેમાં સાંજે 5 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી લોકોને વિનામુલ્યે તબીબી સેવાઓ પ્રાપ્ત થશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલએ સ્વાગત પ્રવચન કરેલ. જ્યારે કાર્યક્રમના અંતે શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ આભારવિધિ કરી હતી. આ અવસરે મંત્રી

Read About Weather here

અરવિંદભાઈ રૈયાણી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓના લાભો સંબંધિત લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here