નવા બસપોર્ટની અવદશાની ચોંકાવનારી તસ્વીરો, ઉંધી પડેલી ખુરશીઓ, બેફામ ગીર્દી

નવા બસપોર્ટની અવદશાની ચોંકાવનારી તસ્વીરો, ઉંધી પડેલી ખુરશીઓ, બેફામ ગીર્દી
નવા બસપોર્ટની અવદશાની ચોંકાવનારી તસ્વીરો, ઉંધી પડેલી ખુરશીઓ, બેફામ ગીર્દી

રાજકોટમાં શહેરની વચોવચ જંગી ખર્ચે બનાવવામાં આવેલા નવા એસટી બસપોર્ટની હાલત ટુંક સમયમાં કેટલી બધી ખરાબ અને કઢંગી કરી નાખવામાં આવી છે તેનો ચિતાર આપતી તસ્વીરો અત્રે પ્રસ્તુત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ તસ્વીરો જોઇને એવું લાગે છે કે, મોટા ઉપાડે અને જોરશોરથી મોટા બણગા ફુંકીને સર્જવામાં આવેલુ આ કહેવાતું આધુનિક બસ પોર્ટ ધીમેધીમે ખંઠેર બની રહયું છે અને તેના નિર્માણમાં નાખવામાં આવેલા પ્રજાના કિંમતી વેરાના કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા હોય તેવું પહેલી નજરે દેખાય આવે છે.

દિવાલોમાં તીરાડો પડી ગઇ છે એ વાતતો જુની થઇ ગઇ છે. પણ અહીંના લેડીઝ વેન્ટીંગ રૂમની હાલત જોઇને કહેવું પડે કે, પ્રજાનો પૈસો ખુબ જ નિદયતા પુર્વક વેડફી નાખવામાં આવ્યો છે. કોઇપણ જાતની જાણવણી કરવામાં આવતી એ દિવા જેવું સ્પષ્ટ બને છે.

ઉપરની તસ્વીર તેની ગવાહી આપે છે. જંગી ખર્ચે તૈયાર કરવામાં આવેલો લેડીઝ વેઇન્ટીંગ રૂમ અંદર જાણે કોઇ ભુકંપ આવ્યો હોય એવી રીતે ખુરશીઓ ઉંધી વળી ગઇ છે, તુટી ગઇ છે, ઉંધી પડી ગયેલી ખુરશીઓ સીધી કરવાનો પણ બસપોર્ટના સ્ટાફને સમય મળતો નથી.

ખુબ જ ટીકમત્ક અને નિંદાકારક બેદરકારીનો આ નાદર નમુનો છે. નાની-નાની વાતમાં હડતાલની ધમકીઓ આપતા એસટીના કર્મચારીને મોં માંગયું વળતર સરકાર આપતી હોય છે.

Read About Weather here

નીચી મુંડી કરીને યુનીયનની એક જ ધમકીને તાબે થઇ એસટી કર્મીઓની માંગણીઓને સ્વીકારી લેવામાં આવે છે આટલી બધી કાળજી એસટી કર્મીઓ ફરજ પાલનમાં લેતા હોય અને ફરજ બજાવવામાં આવી નિષ્ઠા બતાવતા હોય તો કેટલુ સારૂ પરિણામ આવે?(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here