નવા ગુજરાતનું નિર્માણ કરવા પ્રજાને રાહુલ ગાંધીનું આહ્વાન

નવા ગુજરાતનું નિર્માણ કરવા પ્રજાને રાહુલ ગાંધીનું આહ્વાન
નવા ગુજરાતનું નિર્માણ કરવા પ્રજાને રાહુલ ગાંધીનું આહ્વાન

ગ્રેસનાં વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે ગુજરાતની એમની એક દિવસીય મુલાકાતમાં આદિવાસી ધરા પરથી ચૂંટણી જંગનો શંખનાદ કરી દીધો છે અને નવા ગુજરાતનાં નિર્માણ માટે ગુજરાતની જનતાને આહ્વાન કર્યું છે. આદિવાસીઓ અને ગરીબોનાં અધિકારોનાં રક્ષણ માટે ખાતરી આપતા રાહુલ ગાંધીએ દાહોદમાં પ્રચંડ હાજરીવાળી આદિવાસી સત્યાગ્રહ રેલીમાં નગારે ઘા કર્યો હતો કે, આદિવાસીઓએ તેમના અધિકારો અને હક્ક છીનવવા પડશે. તમારુ પોતાનું તમારે છીનવી લેવાનું રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

કોંગ્રેસ આદિવાસીઓ માટે મેદાનમાં આવશે અને એમના અવાજને રસ્તા પર લાવશે. આદિવાસી સમાજને પ્રેરક અને ભાવવાહી સંબોધન કરતા રાહુલ ગાંધીએ વર્તમાન ભાજપ સરકાર ઉપર પણ ભારે આકરા અપ્રત્યક્ષ પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે, આજે દેશમાં બે પ્રકારનાં હિન્દુસ્તાન બનાવી દેવામાં આવ્યા છે. એક અમીરોનું હિન્દુસ્તાન છે અને બીજું ગરીબોનું છે. ધનિકો પાસે તમામ ધન અને સતા છે. જયારે ગરીબો પાસે બે ટંક ભોજન પણ નથી. કોંગ્રેસ દેશના આવા ભાગ ઇચ્છતી નથી.

તેમણે કહ્યું હતું કે, યુપીએ એના શાસનમાં ગરીબોને ફાયદો જ થયો હતો. કરોડો લોકોને મનરેગાથી રોજગારી મળતી થઇ. કોવિડકાળમાં મનરેગા ન હોત તો શું થયું હોત? આજે તો સામાન્ય નાગરિકને કશું જ મળ્યું નથી. કાળાનાણા સામે પણ કોઈ પગલા લેવાયા નથી. કોલેજ અને યુનિવર્સિટીઓમાં જવાનું પણ મુશ્કેલ બન્યું છે. તેમણે આદિવાસીઓને હૈયાધારણા આપી હતી કે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો તાપી-પાર- નર્મદા લીંક યોજના રદ કરવામાં આવશે. શિક્ષા અને આરોગ્યનું પાયાનું માળખું ઉભું કરવામાં આવશે.

આજે હું કોઈ વાયદા કરવા આવ્યો નથી. તમારી વચ્ચે તમારો બનીને આવ્યો છું. આ કોઈ સભા નથી પણ એક આંદોલન અને સત્યાગ્રહની શરૂઆત છે. જંગલ અને જમીન આદિવાસીઓનાં છે પણ તમારે તમારો હક્ક છીનવવો પડશે. તમારું પોતાનું તમારે છીનવી લેવા આગળ આવવું પડશે. રાહુલ ગાંધીએ હાંકલ કરી હતી કે, તમારા ભવિષ્ય માટે જ નવું ગુજરાત બનાવવું પડશે. કોંગ્રેસ રાજ્યભરમાં આંદોલન કરીને તમારો અવાજ રસ્તા પર લાવીને બુલંદ કરશે. પ્રારંભમાં રાહુલ ગાંધીનું પરંપરાગત આદિવાસી બંડી પહેરાવી તીરકામઠું અને અન્ય ભેટ સોગાદો આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, આદિવાસી સમાજને હેરાન કરવાના કાવતરા થયા છે.

એટલે કોંગ્રેસે લડત ચલાવવાનું નક્કી કર્યું છે. અમે 10 લાખ પરિવારોની વચ્ચે ઇન્દિરા સંકલ્પ પત્ર લઈને જશું. 10 હજારથી વધુ સંવિધાન- ખાટલા પરિષદો યોજવામાં આવશે. એટલું જ નહીં જો કોંગ્રેસની સરકાર બનશે તો કેબિનેટની પહેલી જ બેઠકમાં આદિવાસીઓનાં અધિકાર માટે કાયદો લાવશું. ગુજરાતનાં પ્રભારી ડો.રઘુ શર્માએ એવો દાવો કર્યો હતો કે, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ 125 બેઠકો મેળવશે. ગુજરાતમાં આદિવાસીઓ જ કેમ અધિકારથી વંચિત છે એવો સીધો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, આદિવાસી સત્યાગ્રહની શરૂઆત રાહુલ ગાંધીનાં હસ્તે થઇ ગઈ છે. રાજ્યભરમાં સત્યાગ્રહ રેલીઓ યોજવામાં આવશે. વિધાનસભા વિપક્ષનાં નેતા સુખરામ રાઠવાએ વિશ્વાસ દર્શાવ્યો હતો કે, 2022 માં કોંગ્રેસનું શાસન આવશે. તેમણે આદિવાસી સમાજને કોંગ્રેસની પડખે રહેવા હૃદયપૂર્વક અપીલ કરી હતી. દાહોદનાં સંમેલન બાદ રાહુલ ગાંધી કોંગ્રેસનાં તમામ ધારાસભ્યો અને ખાસ કરીને આદિવાસી પટ્ટીનાં ધારાસભ્યો સાથે બેઠક કરશે. જેમાં ચૂંટણીલક્ષી મુદ્દાઓ અને લોકપ્રશ્નો અંગે ઊંડું મનોમંથન કરવામાં આવશે.

Read About Weather here

ત્યારબાદ પ્રસંગ પાર્ટીપ્લોટ ખાતે 100 જેટલા આદિવાસી આગેવાનોને મળીને રાહુલ ગાંધી એમના પ્રતિભાઓ જાણશે. દાહોદમાં રાહુલની આદિવાસી સત્યાગ્રહ રેલી માટે 1 લાખ લોકોની ક્ષમતા ધરાવતો ભવ્ય અને અદ્દભુત ડોમ કોલેજ ગ્રાઉન્ડમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આખો ડોમ ભરચક થઇ ગયો હતો. આજના કાર્યક્રમ માટે પોલીસનો પણ લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. દાહોદનાં એસપી બલરામ મીણાનાં માર્ગદર્શન મુજબ બે એએસપી, 6 ડીવાયએસપી, 17 પીઆઈ, 56 પીએસઆઈ અને 847 જેટલા પોલીસ કર્મીઓ તથા 24 એસઆરપી જવાનોને બંદોબસ્ત માટે ગોઠવવામાં આવ્યા હતા. રાહુલની રેલીમાં જંગી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here