નવજાત દીકરીને દીકરી વધામણાં કીટ અને ‘વ્હાલી દીકરી યોજના’ના મંજૂરી હુકમનું વિતરણ કરાયું

નવજાત દીકરીને દીકરી વધામણાં કીટ અને ‘વ્હાલી દીકરી યોજના’ના મંજૂરી હુકમનું વિતરણ કરાયું
ગઇકાલે સોમવારે ‘નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ ની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા નવજાત દીકરીને દીકરી વધામણાં કીટ અને વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

જે અંગે કલેકટરએ દીકરીઓનાં માતા-પિતાઓને બેટી બચાઓ બેટી પઢાઓ ઝુંબેશ અંતર્ગત ખિલખિલાહટ યોજના, વ્હાલી દીકરીની માહિતી આપવાની સાથેસાથ સુક્ધયા યોજનાનો લાભ લેવાની તાકીદ કરી હતી. અને દીકરીઓને ન્યુટ્રીશન મળી રહે તેવો ખોરાક આપવો અને જરૂરી રસી સમયસર મળી રહે તેવો અનુરોધ કર્યો હતો.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ ઝુંબેશ અને આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે આજ રોજ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડેની ઉજવણી નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના હસ્તે નવજાત દીકરીને દીકરી વધામણાં કીટ અને વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું

તેમજ રાજકોટ જિલ્લાના કુલ -13 સામુદાયિક આરોગ્ય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ, પદ્મ કુંવરબા હોસ્પિટલમાં નવજાત દીકરીને આજે કુલ 50 દીકરી વધામણાં કીટ અને વ્હાલી દીકરી યોજનાના ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું.

તેમજ નારી સંરક્ષણ ગૃહ(સ્ટેટ હોમ ફોર વુમન) ,ઈમ્પીરીયલ હોટલ સામે,ક્ધયા છાત્રાલય પાસે,યાજ્ઞિક રોડ ખાતે વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમનુ વિતરણ કરવામાં આવ્યું.આ તકે રાજયમાં મહિલા બાળ કલ્યાણના સચિવનાં અધ્યક્ષ સ્થાને વિડિયો કોન્ફરન્સ દ્રારા વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર દિકરીઓ સાથે વાતચીત કરી હતી . રાજકોટમાં પણ આ વિડિયો કોન્ફરન્સ કલેકટર ઓફિસ ખાતે યોજાઈ હતી.

Read About Weather here

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ તથા દહેજપ્રતિબંધ અધિકારી સોનલબેન રાઠોડ , મહીલા કલ્યાણ અધિકારી જૈંવિનાબેન માણાવદરીયા અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here