નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય…

નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય…
નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય…

રાજકારણનાં પ્રવેશ અંગે નિર્ણય લેવામાં બહુ વિલંબ થવાથી અનેક પ્રકારની ચર્ચાઓ અને અટકળોને વેગ
કોઈ પક્ષમાં જોડાયા વિના પણ પટેલ સમાજ સહિતનાં તમામ વર્ગ અને સમાજની સેવા ચાલુ રાખી શકાય: અંગત સાથીદારોની નરેશ પટેલને સલાહ

ગુજરાતનાં રાજકારણમાં પ્રવેશ કરવા માટે લાંબા સમયથી જે ધારણાઓ રાખવામાં આવી રહી હતી એ તમામ ધારણાઓથી વિપરીત નિર્ણય લઈને ખોડલધામનાં પ્રણેતા અને લેઉવા પટેલ સમાજનાં બિનવિવાદી તથા લોકપ્રિય નેતા નરેશ પટેલે રાજકારણથી હાલ સોશિયલ ડીસ્ટન્સ ચાલુ રાખવાનું મન બનાવ્યું છે તેમ એમના નજીકનાં સૂત્રો જણાવે છે. એવું જાણવા મળ્યું છે કે, નરેશ પટેલ રાજકારણમાં જોડાશે નહીં. આજે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પણ સવારે ખૂબ સૂચક ખુલાસો કરવામાં આવ્યો છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યાની વાત ખોટી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ રીતે નરેશ પટેલ જ્યાં સર્વેસર્વાં છે એ લેઉવા પટેલ સમાજની નામાંકિત અને પ્રતિષ્ઠિત સંસ્થાએ ખૂદ નરેશ પટેલનાં રાજકારણ પ્રવેશની વાતોને રદિયો આપી દેતા નવો વળાંક આવ્યો છે અને સાથે- સાથે નવા પ્રકારની ચર્ચા અને અટકળોની આંધી પણ ઉઠી છે. રાજકીય વર્તુળો અને મીડિયામાં હવે એવા સવાલો પુછાવા લાગ્યા છે કે, એવા ક્યાં પરિબળો છે જેનાથી નરેશ પટેલનાં રાજકારણ પ્રવેશને બ્રેક લાગી છે? રાજકીય પંડિતો પણ મડાગાંઠને સમજવાના અને પારખવામાં જાતજાતની થિયરી પર ચર્ચા કરવા લાગ્યા છે. પરંતુ નરેશ પટેલને નજીકથી ઓળખતા અને એમના વિશ્ર્વાસુ ગણાતા સાથીદારોનાં ગ્રુપમાંથી જે સંકેતો મળ્યા છે એ દર્શાવે છે કે નરેશ પટેલ રાજકારણમાં જોડાવવાનો નિર્ણય કરવાના મૂડમાં લાગતા નથી. તેની પાછળનું કારણ એક નહીં પણ ઘણા હોય શકે છે તેવું રાજકીય મૂલ્યાંકનકારો કહે છે.

સૌપ્રથમ પરિબળ તો એ ગણી શકાય કે, નરેશ પટેલ પોતાની બિનવિવાદી અને બિનપક્ષીય પ્રતિભાને કોઈપણ પ્રકારની ઝાંખપ લગાવવા ઈચ્છુક નથી. એમની સામાજીક સેવાની શ્વાસ પાટીદાર સમાજથી આગળ વધીને અન્ય તમામ સમાજ અને વર્ગો સુધી પ્રસરેલી છે અને પ્રસરી રહી છે. એટલે તેઓ તમામ સમાજમાં સુખ-દુ:ખનાં સાથી તરીકેની અનોખી છાપ ધરાવે છે. એટલે તેઓ લોકનેતાનું આ વિરોધ્ધ અને પાટીયું ઉતારી લઈને કોઈ પક્ષનું પાટીયું લગાડવાની દિશામાં અત્યારે અને ભવિષ્યમાં આગળ નહીં વધે એવું તાજેતરની ઘટનાઓ પરથી અભિપ્રેત થઇ રહ્યું છે.

નરેશ પટેલ પોતાની સર્વમાન્ય, નિષ્ઠાશીલ, પ્રામાણિક અને કર્મઠ કર્તવ્યશીલ સામાજીક આગેવાન તરીકેની છાપ અને પ્રતિભા રાજકીય યજ્ઞમાં ભસ્મીભૂત થવા દેવા માંગતા નથી અને એમના સાથીદારોની પણ કદાચ એ પ્રકારની જ સલાહ રહી છે. તેઓ રાજકીય નેતા બની રહેવાને બદલે જનનાયક બની રહેવાનું વધુ પસંદ કરશે. એવા નક્કર સંકેતો પ્રાપ્ત થયા છે.
એમના વિશ્ર્વાસુ સાથીદારોએ પણ નરેશ પટેલને એવી સલાહ આપી હોવાનું કહેવાય છે કે, કોઈપણ પક્ષનું રાજકારણ હોય પણ રાજકારણ અંતે તો કાજળની કોટડી સમાન જ હોય છે. કોઈ નિષ્ઠાશીલ વ્યક્તિ ગમે તેટલી કોશિશ કરે અને પગથી માથા સુધી પ્રામાણિક અને ચોખ્ખું રાજકારણ રમવાની કોશિશો કરે તો પણ ગમે ત્યારે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ડાઘ લાગી જ જતો હોય છે. તમે કોઈ રાજકીય પક્ષનાં નેતા બનો એટલે હરીફ પક્ષો તમને સર્વમાન્ય નેતા ગણવાને બદલે હરીફ પક્ષનાં નેતા જ માનશે અને એ રીતે જ નેતાની દરેક પ્રવૃતિઓ પર હરીફ પક્ષોનાં અનેક દૂરબીન ગોઠવાઈ જાય છે અને હરીફો ભૂલ શોધવાની પ્રક્રિયા પહેલા દિવસથી શરૂ કરી દે છે.

Read About Weather here

નરેશ પટેલ અને એમના સાથીઓ રાજકારણમાં જવું જરૂરી કે ન જવું વધુ લાભપ્રદ એ મુદ્દા પર ખૂબ ઊંડું મનોમંથન કરી ચૂક્યા છે અને હજુ કરી રહ્યા છે. એટલે જ આજે ખોડલધામ ટ્રસ્ટનાં પ્રવક્તા હસમુખ પટેલે ચોખવટ કરી છે કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે એ નક્કી નથી. સમાજનાં આંતરિક સર્વેની કામગીરી કરી રહેલી સમિતિ પાસેથી અહેવાલ મળી ગયા બાદ જ કોઈ જાહેરાત કરવામાં આવશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here