નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય?!

નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય?!
નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય?!

તમામ સમાજમાં તટસ્થ, ન્યાયપ્રિય, બિનરાજકીય, સેવા અગ્રણી તરીકેની છાપ યથાવત રાખવા મનોમંથન

લેઉવા પટેલ સમાજનાં ખૂબ જ પ્રતિષ્ઠિત અને લોકપ્રિય આગેવાન તથા માં ખોડલધામ ધર્મસ્થાનનાં પ્રણેતા નરેશ પટેલ એમની લાંબા સમયથી જળવાયેલી નિષ્પક્ષ સામાજીક સેવાકીય અગ્રણી તરીકેની બિનવિવાદાસ્પદ છાપને કોઈ આંચ ન આવે એ દિશામાં ગંભીરતાથી ઊંડું મનોમંથન કરી રહ્યા હોય એવા સંકેતો એમના અંતરંગ વર્તુળો પાસેથી મળી રહ્યા છે. જેનું મૂલ્યાંકન કરતા રાજકીય નિરીક્ષકો એવું માનવા માટે પ્રેરિત થયા છે કે, નરેશ પટેલ રાજકારણમાં જોડાઈ જવાનો ઈરાદો કદાચ માંડી વાળશે. તેઓ રાજકીય પ્રવેશ નહીં કરે? એવા સવાલો સમગ્ર પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

નરેશ પટેલ માત્ર એમના સમાજ નહીં પણ દરેક સમાજમાં તટસ્થ સેવા મૂર્તિ તરીકેની ખ્યાતિ ધરાવે છે. કોઈપણ સમાજની વ્યક્તિને મદદની જરૂર હોય તો કે કોઈ સમસ્યા હોય તો તેઓ મદદ માટે દોડી જવાની નામના ધરાવે છે. એટલે લોકહૃદયમાં એમનું જે આસન અને પદ છે એ કોઈપણ રાજકીય હોદ્દા કરતા વધુ બહુમૂલ્ય અને પ્રતિષ્ઠિત છે. આ પ્રકારની પ્રતિષ્ઠા અને સામાજીક રીતે નિષ્પક્ષ તથા તટસ્થ સેવાકીય અગ્રણી તરીકેની એમની છાપને કોઈ રાજકીય રંગ આપવાથી એ પ્રતિષ્ઠામાં ચોક્કસ ઘસારો પહોંચી શકે છે.

Read About Weather here

એ મુદ્દાએ એમને વિચાર મંથન કરવા માટે મજબુર કર્યા હોય અને રાજકારણમાં જોડાઈને કોઈ પક્ષનું લેબલ લગાડવાને બદલે સ્વતંત્ર તટસ્થ સેવાકીય અગ્રણી તરીકેની નામનાને જાળવી રાખવાનું પસંદ કરવાની દિશામાં વિચારી રહ્યા હોય તેવું સુમાહિતગાર સુત્રો કહી રહ્યા છે. કેમકે કોઈ પક્ષમાં જોડાઈ તો એમણે સેવાકીય કામો કરવામાં પણ પક્ષની નીતિઓ અને ગાઈડલાઈન મુજબ ચાલવું પડે તેઓ પછી કોઈ સ્વતંત્ર નિર્ણય લઇ શકે નહીં. એટલે જ આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને ખોડલધામ નરેશ હાલ એમના અંગત અને વિશ્ર્વાસુ સાથીઓ સાથે ગહન મનોમંથનની કવાયત કરી રહ્યા છે.તેઓ રાજકારણ કે રાજકીય પક્ષોથી સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની એમની અત્યાર સુધીની શૈલીને અનુસરે તેવી પ્રબળ સંભાવના દેખાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here