નરેશ પટેલ ભાજપ સિવાય બીજે ક્યાંય નહીં જાય: મુખ્યમંત્રીની સૂચક ટકોર

કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી
કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી

નિર્ધારિત સમયે વિધાનસભા ચૂંટણી યોજાવાનો મુખ્યમંત્રીનો સંકેત
રાજ્યમાં આમ આદમી પાર્ટી વિપક્ષનું સ્થાન લઇ શકશે નહીં, મુખ્યમંત્રીનો મત

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, લોકો માટે ખૂબ સારી કામગીરી કરી હોવાથી નવેમ્બર, ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ માટે વિજય મેળવવાનું સરળ બનશે. કેમકે ભાજપની સરકારે રાત- દિવસ અને 24 કલાક જનતાનાં કામ કર્યા છે. અન્ય લોકો તો ચૂંટણીઓ વખતે જ નજરે ચડે છે.
નિખાલસ ભાવે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મારો અભિગમ ખૂબ જ વિધેયક હોય છે. હું કોઈને પરાજીત કરવા માંગતો નથી પણ મારો આશય મારા પક્ષ માટે ચૂંટણી જીતવાનો છે. સારું કામ કર્યું હોવાથી પ્રજાએ ભાજપને સતા પર બેસાડ્યો છે એટલે વધુ એક મુદ્દત માટે પ્રજાનો વિશ્વાસ પ્રાપ્ત કરવાનું આસાન રહેશે. મારો પક્ષ રાત- દિવસ લોકોનાં કામ કરે છે. બાકીનાં તો ચૂંટણીઓ સમયે જ નજરે પડતા હોય છે. હું કોઈને હરાવવા માંગતો નથી. અમારો આશય વિજય મેળવવાનો છે. દરેક બેઠક જીતવાનો અમે પ્રયાસ કરશું.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં હંમેશા ચૂંટણી જંગ બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટી પંજાબનાં વિજયને કારણે ખૂબ જ જોરમાં છે અને મુખ્ય વિપક્ષી બળ તરીકે ગુજરાતમાં ઉપસવા માટે ખૂબ જ પ્રયત્નશીલ છે. જો કે મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોઈ મોટી તાકાત બની રહ્યાનું સ્પષ્ટ નકારી કાઢ્યું હતું. ભુપેન્દ્ર પટેલે ટકોર કરી હતી કે, જો કોંગ્રેસ પાંચ- સાત બેઠકો આપને આપી દેવા માંગતી હોય તો એ માટે તેઓ સ્વતંત્ર છે. પ્રામાણિક રીતે કહું તો આપ ગુજરાતમાં મુખ્ય વિપક્ષ બને એવું મને લાગતું નથી.

પોતાની સરકારની કામગીરી વિશે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કતારમાં ઉભેલા છેલ્લા નાગરિક સુધી યોજનાઓનાં લાભ પહોંચે અને કોઈ બાકી રહી ન જાય એવી કાળજી સાથે મારા પક્ષે યોજનાઓ અમલમાં મૂકી છે. યોજનાઓનાં લાભ લાભાર્થીઓ સુધી પહોંચે છે કે નહીં તેની ચકાસણી કરવા સરકાર ડોર ટુ ડોર અભ્યાસની કવાયત પણ કરી રહી છે.
મફત વીજળી અને પાણી પૂરું પાડવાના આપ નાં ચૂંટણી વાયદાઓને વ્યર્થ ગણીને ફગાવી દેતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે બધું મફતમાં આપવું એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. હું પણ આવું કરી શકુ છું પણ તેનાથી રાજ્યની નાણાંકીય ખાધ પર પ્રતિકુળ અસર થઇ શકે છે. તે માટે રાજસ્થાનનો અભ્યાસ કરો. મફત સેવાઓ આપીને રાજસ્થાને નાણાંખાધને બેકાબુ બનાવી દીધી છે અને 4.5 ટકાની નિર્ધારિત મર્યાદાથી પણ ઉપર ચાલી ગઈ છે.

Read About Weather here

મુખ્યમંત્રીએ આગામી ચૂંટણીઓમાં ભાજપ સામે કોઈ મોટો પડકાર હોવાનું નકારી કાઢ્યું હતું. નરેશ પટેલનાં રાજકારણ પ્રવેશ વિશે સવાલ થતા ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ કોઈ પક્ષમાં જોડાયા છે ત્યારે તેને સન્માન અને દરજ્જાની ઈચ્છા હોય છે અને ગુજરાતમાં એકમાત્ર ભાજપ જ એવો પક્ષ છે જે સન્માન અને દરજ્જો આપી શકે છે. નરેશ પટેલ ભાજપ સિવાય બીજે ક્યાંય નહીં જાય એવી મને ખાતરી છે. પક્ષનાં કેટલાક સિનિયર નેતાઓને પણ આ વખતે ટિકિટ મળવાની નથી. એવા અનુમાન અંગે સવાલ થતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભાજપ એવો પક્ષ છે જ્યાં મુખ્યમંત્રી પણ તેની ઉમેદવારી અંગે છાતી ઠોકીને દાવો કરી શકે. અન્યોની તો ક્યાં વાત કરવી. અંતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વતન છે. એટલે રાજ્યની ચૂંટણીઓ પર દેશઆખાની નજર રહે છે. શું મોદીજીની જગ્યા પર આવી ગુજરાતમાં આપ કોઈ દબાણ અનુભવો છો? આ સવાલ સામે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મોદીજીની તોલે કોઈ ન આવી શકે. નરેન્દ્રભાઈ એક હી હૈ. એમણે ભૂતકાળમાં જે પરિશ્રમ કર્યો છે તેના કારણે અમારું કામ આસાન બની ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here