નરાધમે જજ તરફ ચંપલ ફેંક્યું, મરતે દમતક કેદ…!

નરાધમે જજ તરફ ચંપલ ફેંક્યું, મરતે દમતક કેદ...!
નરાધમે જજ તરફ ચંપલ ફેંક્યું, મરતે દમતક કેદ...!
બાળકી તરફથી સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે બાળકી સાથે બદકામ કરનારા આરોપીને કોર્ટે ગંભીર ગણીને જીવનપર્યંત જેલવાસની સજા ફટકારી છે, સુરતના હજીરા વિસ્તારની શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર ગત એપ્રિલ માસ દરમિયાન દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં

Visit Saurashtra Kranti Homepage here

આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ સરકાર પક્ષના વિશેષ પુરાવા તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ આજે ચુકાદો પોક્સો કેસોની ખાસ અદાલતમાં જાહેર કરવામાં આવ્યો હતો,

જેમાં આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, સાથે જ પીડિતના પરિવારને 20 લાખનું વળતર આપવાનું પણ કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે. ચુકાદો સાંભળતાં નરાધમે જજ તરફ ચંપલ ફેંક્યું હતું.

સાથે જ પીડિતાના પરિવારને 20 લાખનું વળતર આપવામાં આવશે. આ ઘટના અગાઉ પણ આરોપીએ એક બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે એ બાળકીએ ઈંટ મારીને પ્રતિકાર કર્યો હતો, જેથી તે બચી ગઈ હતી.

આ બાળકી સાથે આરોપીએ ક્રૂર અને જઘન્ય કૃત્ય આચર્યું હતું, જેથી તેને કેપિટલ પનિશમેન્ટની સજા થાય એવી માગ કરી હતી, જોકે કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. આરોપીના મોબાઈલમાંથી પોર્ન અને એનિમલ પોર્નના વીડિયો પણ મળ્યા હતા, એ પુરાવા મહત્ત્વના સાબિત થયા હતા.

આજથી સાત-આઠ મહિના પહેલાં હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની એવા 27 વર્ષીય આરોપી સુજિત મુન્નીલાલ સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો.

આરોપીએ ભોગ બનનારી બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છૂટયો હતો, જેથી ભોગ બનનારી બાળકીના વાલીએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં આરોપી સુજિત સાકેતની પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.

આ કેસમાં ભોગ બનનારી બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઉંમરના મુદ્દે વિસંગતતાને ધ્યાન પર આવતાં ફરિયાદપક્ષે ભોગ બનનારના ઉંમરના અન્ય પુરાવા હોવા છતાં તાકીદે તેના વતનનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરીને

વધારાનો પુરાવો રજૂ કર્યો હતો, જેથી કોર્ટે આરોપીના વિશેષ નિવેદન તથા સરકારપક્ષના વધારાના પુરાવા અને દલીલો બાદ આજે તેને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી હતી.

સગીર બાળકીના દુષ્કર્મ-હત્યાકેસમાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટના ભંગના કેસની સ્પીડી ટ્રાયલ હાથ ધરવામાં આવતાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ માત્ર કેસ કાર્યવાહીની પાંચ જ મુદતમાં કુલ 43 પૈકી 14 સાક્ષીને ડ્રોપ કરીને માત્ર 29 મહત્ત્વના

Read About Weather here

સાક્ષીની જુબાની લઈને ફરિયાદપક્ષનો કેસ સફળતાપૂર્વક રજૂ કર્યો હતો. ત્યાર બાદ કોર્ટે આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ તથા સરકારપક્ષની દલીલો પૂરી થતાં આજે કોર્ટે તેને આકરી સજા ફટકારી હતી..

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here