નદીમાં 4 યુવક ડૂબી જતાં એકનું મોત, 3 લાપતા

નદીમાં 4 યુવક ડૂબી જતાં એકનું મોત, 3 લાપતા
નદીમાં 4 યુવક ડૂબી જતાં એકનું મોત, 3 લાપતા
મહીસાગર નદીમાં 4 યુવાન તો વસોના ઝારોલ પાસે પણ તળાવમાં 2 કિશોર ડૂબ્યાની ઘટના સામે આવી છે, જેને કારણે પરિવારોમાં ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો છે. ખેડા જિલ્લામાં ધુળેટી પર્વની ઉજવણી વચ્ચે તળાવ, નદીમાં ડૂબી જવાની બે ઘટના બની છે. આ બંને ઘટનામાં કુલ ત્રણ મોત થયાં છે.

Visit Saurashtra Kranti Homepage here

વણકબોરી ડેમ મહીસાગર નદીમાં નાહવા પડેલા ચાર યુવાનો ડૂબ્યા છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી એક યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ યુવાનોનો કોઇ અતોપતો નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ચાર યુવાનો કઠલાલના છે.એક બનાવ વસો તાલુકા ઝારોલ ગામે બન્યો છે.

Read About Weather here

અહીં આજે ધુળેટી પર્વ પર ગામના તળાવમાં નાહવા પડેલાં બે બાળકો તળાવના પાણીમા ડૂબી જતાં મોતને ભેટ્યાં છે. . હાલ મૃતક કિશોરોની ડેડબોડીના પીએમની કાર્યવાહી નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.14 અને 15 વર્ષના કિશોરો પ્રિતેશ અજિતભાઈ સોલંકી અને સાગર અજિતભાઈ સોલંકી નામના કિશોરો ડૂબી જવાથી મોતને ભેટ્યા છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here