નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી…

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી…
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી…


અલૌકિક સૌંદર્ય, આનંદ અને પ્રેમનું સાકાર રૂપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ

માનવ જાતિના યુગો પુરાણા ઈતિહાસમાં શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ આવતાર ગણાયા છે. કેમકે તેઓ સર્વ ગુણ સંપન્ન છે. એમના પ્રચંડ વ્યકિતત્વમાં ધીર ગંભીર ઉંડા જ્ઞાનનો પ્રભાવ દેખાય છે. તો ત્યાં સમગ્ર માનવજાતિ માટે નિષ્પક્ષ અને કોઈપણ જાતના અપેક્ષા વિનાનો સ્નેહભાવ છે.

Visit Saurashtra Kranti Homepage here

અવતારી મહાપુરુષ શ્રીકૃષ્ણના કેટકેટલા જુદા જુદા સ્વરૂપો છે, જે ‘ભગવાન શ્રીકૃષ્ણલીલા’ તરીકે ભગવદ્ ગ્રંથોમાં ચરિત્ર થયા છે. જેવા કે પારણે ઝૂલતા બાળકૃષ્ણ, ગોકુળમાં માખણ, ચોરીને ખાતા નટખટ નંદકુંવર હોય, વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસખેલતા રસિક કૃષ્ણ હોય, ધેનું ચરાવતા ગોવાળના રૂપમાં કૃષ્ણ હોય,

વાંસળીઓના સૂરથી સૌ જીવમાત્રને સમોહિત કરાવતા સંગીતસ્વરૂપ કૃષ્ણ હોય કે ભયંકર આસુરોના વદ્ય કરતાં શકિતશાળી યોદ્ધાના રૂપમાં કૃષ્ણ હોય, મહાભારતના યુદ્ધ પહેલા સંધિનો હાથ એમણે જ લંબાવેલો, પણ તેમાં સફળ ન થતાં

Read About Weather here

પાંડવોને યુદ્ધ કરવા એમણે જ સલાહ આપી કે પછી કુરુક્ષેત્રમાં વિરાટ સૈન્યની વચ્ચે ઉભા રહીને માનવ જીવનનાં સત્યો સમજાવતા ભગવદ્ ગીતાંને શબ્દોમાં અર્જુન ઉચ્ચારતી વખતે પોતાનો વિરાટ સ્વરૂપના દર્શન કરાવતા શ્રીકૃષ્ણ હોય, પૃથ્વી પરના દરેક જીવોના રોમરોમમાં શ્રીકૃષ્ણના આ બધાય સ્વરૂપો રોમાંચ ભરી દે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here