ધો.8 થી જ મનોવિજ્ઞાન ભણાવો…!!!

ધો.8 થી જ મનોવિજ્ઞાન ભણાવો...!!!
ધો.8 થી જ મનોવિજ્ઞાન ભણાવો...!!!

કોરોનાકાળ આપણા સૌ માટે ઘાતક પુરવાર થયેલ છે. તે સમયગાળો સૌના જીવનમાં ખુબ મુશ્કેલી અને તનાવ સાથે પસાર થયેલ હતો. ધંધા-રોજગાર પણ ઠપ્પ થયેલ હોવાને પરિણામે ઘણા ખરા લોકોએ આર્થિક ભીષણને કારણે આપઘાત કર્યા હોય તેવા  કિસ્સાઓ સામે  આવ્યા છે. ત્યારે બીજી બાજુ જોવા જઈ તો બાળકોમાં પણ ચીડચીડાપણું જોવા મળેલ હતું.

આખો દિવસ બાળકો માત્રને માત્ર મોબાઈલ સાથે વિતાવતા જોવા મળ્યા. તે સમયમાં બાળકોનો તો જાણે માનસિક વિકાસ અટકી ગયેલ હોય, એવું કહેવામાં કઈ ખોટું નથી.

તેમાં પણ માતા-પિતા દ્વારા જો કોઈ સાચું કહેવામાં આવે કે પછી ઠપ્પકો આપવામાં આવે છે તો લોકડાઉન દરમ્યાન ઘણાખરા બાળકોના આપઘાતના કિસ્સા પણ સામે આવ્યા છે! સાવ નાનીનાની વાતને લઈને બાળકો આપઘાત કરતા જોવા મળ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ પરથી એમ કહી શકાય કે, બાળકોમાં માનસિક બળ મજબુત કરવાની ખુબ આવશ્ક્યતા છે. જો માનસિક બળ મજબુત કરવામાં ન આવ્યું તો ભવિષ્યનું ભાવી યુવાધનને ઘણીખરી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

આથી જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણે શિક્ષણમંત્રીને પત્ર લખીને જણાવ્યું કે, બાળકોને માનસિક રીતે મજબુત કરવા માટે ધો.૮ થી જ મનોવિજ્ઞાન વિષય ભણાવો. જેના ફાયદામાં એ છે કે, આત્મહત્યાનું પ્રમાણ ઘટાડી શકાય.

તેમાં વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી બાળકો અને તરૂણોની અંદર ઘણી નિષેધક બાબતો જોવા મળી રહી છે. તેથી દરેક શાળામાં ધોરણ 8 થી મનોવિજ્ઞાન વિષય ભણાવવામાં આવે અને સાથે દરેક શાળામાં મનોવિજ્ઞાન વિષયમાં Ph.D. ની પદવી ધરાવનારને સલાહકાર તરીકે રાખવામાં આવે તો ભારતના ભાવિની માનસિકતા વધુ મજબૂત બનાવી શકાય.

મનોવિજ્ઞાન એ આજના સમયની એક મોટી માંગ છે. લોકડાઉનથી આજદિન સુધી 6300 તરૂણ જેમની ઉંમર 14 થી 18 વર્ષની હતી.

તેઓએ મનોવિજ્ઞાન ભવનમાં પોતાની અનેક સમસ્યા રજૂ કરી હતી. જેના પરથી એવું તારણ આપવામાં આવ્યું છે કે, ધો.૮ થી જો મનોવિજ્ઞાન વિષય દાખલ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સાથોસાથ તેમના વાલીઓને પણ અનેક ફયાદાઓ થશે જેમ કે, બાળકોમાં આત્મહત્યાવૃતિનું પ્રમાણ ઘટાડી શકાય, અસફળ થવાના ભયથી જે બાળકો નાસીપાસી થાય છે તેને અટકાવી શકાય તેમજ આજકાલના બાળકોમાં સૌથી વધુ ડર એટલે કે આવનારી પરીક્ષાઓ તે ભય પણ દુર કરી શકાય.

Read About Weather here

બાળકોમાં પણ સ્વવિકાસ માટે મનોવિજ્ઞાન હોવું ખુબ જ જરૂરી છે.  તેની સાથોસાથ બાળકોમાં પરિપકવતા અંગે જાગૃતી, ચિંતા, આક્રમકતા અને ગુસ્સો ઓછો કરવા કરવામાં મદદ કરી શકાય છે. 

આથી બાળકોને માનસિક મજબુત કરવા ધો.૮ થી મનોવિજ્ઞાન વિષય ભણાવવો જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here