ધો.10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ : કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન

ધો.10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ : કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન
ધો.10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ : કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન

કોરોના ગાઈડલાઈન મુજબ તમામ વિદ્યાર્થીઓને થર્મલ ગનથી ચેક કરી, સેનિટાઈઝ કરી પ્રવેશ આપવામાં આવ્યો છે, ધો.10 અને 12નાં રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
ધો.10માં 2588 પરીક્ષાર્થીઓ નોંધાયા, 426 ગેરહાજર, 2162 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી : ધો.12માં કુલ 991 વિદ્યાર્થીઓમાંથી 849 પરીક્ષા આપી, 142 ગેરહાજર

રાજ્ય સરકાર દ્વારા ઓફલાઇન પરીક્ષા અને ઓફલાઇન શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે. આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થઇ ચુક્યો છે.

Subscribe Saurashtra Kranti here

જેમાં શિક્ષણ વિભાગ દ્વારા કોરોના ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી પરીક્ષાની શરૂઆત કરવામાં આવી છે. ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ધોરણ 10માં 48 અને ધોરણ 12માં 9 સંવેદનશીલ કેન્દ્ર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવાનું આજથી શરૂ કર્યું છે.

જેમાં રાજકોટ જિલ્લામાં 23 હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે. જેમાં રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના 16300, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 6638 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 998 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

પરીક્ષા દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં ત્રણ-ત્રણ અધિકારીઓની ચાર જેટલી ફ્લાઇંગ સ્ક્વોડ પણ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા કોરોના ગાઇડલાઈનનું ચુસ્ત પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ધોરણ 10માં 48 અને ધોરણ 12માં 9 સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીને તૈનાત કરવામાં આવ્યા છે.રાજકોટના તમામ જીલ્લા કલેકટરો, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા શિક્ષણાધિકારીઓની વિડીયો કોન્ફરન્સ મળી હતી.

જેમાં તમામ જિલ્લાઓમાં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્વે તમામ બિલ્ડીંગને સેન્ટાઇઝ કરવા પરીક્ષા, કેન્દ્રો ઉપર થર્મલગનને વ્યવસ્થા કરવા સહિતના મુદ્દાઓની ચર્ચા કરી જરૂરી સુચના આપવામાં આવી હતી.

રાજકોટ જિલ્લામાં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના સંદર્ભમાં જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુ કે, રાજકોટ જિલ્લામાં ધો. 10 અને ધો. 1રના અંદાજે ર4 હજાર રીપીટર વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાજકોટ શહેર – જિલ્લામાં આજે પ્રથમ દિવસે ધો. 10માં 2588, ધો. 12 સાયન્સમાં 450 અને સામાન્ય પ્રવાહના 2500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આજે ગુજરાતી અને અંગ્રેજી વિષયનું પેપર છે.

Read About Weather here

કોરોના ગાઈડલાઈન મુજબ તમામ વિદ્યાર્થીઓને થર્મલ ગનથી ચેક કરી, સેનિટાઈઝ કરી પ્રવેશ આપવામાં આવ્યો છે. તમામે તમામ વિદ્યાર્થીઓને માસ્ક ફરજીયાત પહેરાવામાં આવ્યું છે. માસ્ક ન હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર માસ્ક આપવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here