ધો.10 નું છેલ્લા બે વર્ષનું સૌથી ઊંચું 65.18 ટકા પરિણામ

ધો.10 નું છેલ્લા બે વર્ષનું સૌથી ઊંચું 65.18 ટકા પરિણામ
ધો.10 નું છેલ્લા બે વર્ષનું સૌથી ઊંચું 65.18 ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.10 ની પરીક્ષાનું પરિણામ ગત બે વર્ષના પ્રમાણમાં સૌથી ઉંચુ આવ્યું છે. આ વર્ષે ધો.10 નું પરિણામ 65.18 ટકા રહ્યું છે. આજે સવારથી બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ આવ્યું છે. જયારે સૌથી ઓછું પાટણ જિલ્લાનું 54.29 ટકા પરિણામ રહ્યું છે. દર વખતની જેમ આ વખતે પણ રાબેતા મુજબ ક્ધયાઓ પરિણામમાં છવાઈ ગઈ છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 11.74 ટકા વધુ આવ્યું છે. રાજકોટ જિલ્લાનું પરિણામ 72.86 ટકા આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લાની 30 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવવાની સિધ્ધી હાંસલ કરી છે. બોર્ડની વેબસાઈટ ૂૂૂ.લતયબ. જ્ઞલિ  પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે. અમદાવાદ શહેરનું 63.18 ટકા અને ગ્રામ્યનું 63.98 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદ શહેરમાં 586 અને ગ્રામ્યનાં 594 વિદ્યાર્થીઓએ અ-1 ગ્રેડ મેળવ્યો છે. ઇ-1 અને ઈ-2 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. અમદાવાદની એચબી.કાપડીયા સ્કૂલનાં ભવ્ય પટેલે જણાવ્યું હતું કે, મને 95 ટકા માર્ક આવ્યા છે. હું રોજ 8 કલાક પરિશ્રમ કરતો. કોરોના હતો છતાં સ્કૂલ તરફથી પેપર લખવામાં આવતા હતા. ઉપરાંત હું જાતે મહેનત કરતો હતો. હર્ષ ધ્રુવ નામના બીજા વિદ્યાર્થીએ કહ્યું કે, મારે 97.5 ટકા માર્ક આવ્યા છે. હું દરરોજ 7 થી 8 કલાક અભ્યાસ કરતો અને ટ્યુશનમાં પણ જતો હતો. સ્કૂલમાં નિયમિત હાજરી આપતો. રોજ લખવાની પણ પ્રેકટીશ કરતો જેનું પરિણામ આવ્યું છે.  રાજકોટ જિલ્લાનું પરિણામ: ધો.10 નું રાજકોટ જિલ્લાનું 72.86 ટકા પરિણામ આવ્યું છે.

Read About Weather here

જિલ્લામાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે. જે રાજ્યનું સૌથી વધુ પરિણામ લાવનાર કેન્દ્ર બન્યું છે. ત્યારે સૌથી ઓછું મોટી પાનેલી કેન્દ્રનું 39.36 ટકા પરિણામ રહ્યું છે. રાજકોટ જિલ્લામાં ઝીરો ટકાવાળી 6 સ્કૂલ અને 100 ટકા પરિણામવાળી સ્કૂલની સંખ્યા 30 રહી છે. 2020 કરતા પણ ઘણું ઊંચું પરિણામ આ વખતે રહ્યું છે. 2020 માં રાજકોટ જિલ્લાનું પરિણામ 64.08 ટકા હતું. એટલે 8.78 ટકા ઊંચું આવ્યું છે. રાજકોટ જિલ્લામાં A-1 ગ્રેડમાં 1561 વિદ્યાર્થીઓ, A-2 ગ્રેડમાં 4562, A-1 ગ્રેડમાં 6637, E-2 ગ્રેડમાં 7293, E-1 ગ્રેડમાં 6110, E-2 ગ્રેડમાં 2263, – ગ્રેડમાં 73, ઊ-1* ગ્રેડમાં ઝીરો, ઊ-1 ગ્રેડમાં 5446 અને ઊ-2 ગ્રેડમાં 5170 વિદ્યાર્થીઓ પાસ થયા છે. રાજકોટ જિલ્લાની 69 શાળાઓનું પરિણામ 30 ટકાથી ઓછું રહ્યું છે.  સુરત જિલ્લાનું 75.64 ટકા પરિણામ રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ 2532 વિદ્યાર્થીઓએ અ-1 ગ્રેડ મેળવ્યો છે. જિલ્લાનું પરિણામ રાજ્યમાં સૌથી વધુ છે. અ-1 ગ્રેડમાં પહોંચેલા વિદ્યાર્થીઓની સંખ્યા પણ રાજ્યમાં સૌથી વધુ છે. અ-2 ગ્રેડમાં 9274, ઇ-1 માં 13371, ઇ-2 માં 15180 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વડોદરા જિલ્લાનું પરિણામ 61.21 ટકા રહ્યું છે. અ-1 ગ્રેડમાં 478 વિદ્યાર્થીઓ પાસ થયા છે. અ-2 માં 2505 વિદ્યાર્થી પાસ થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here