ધો.10નાં રિપીટર વિદ્યાર્થીઓનું સાવ નબળુ ફકત 10% પરીણામ

ધો.10નાં રિપીટર વિદ્યાર્થીઓનું સાવ નબળુ ફકત 10% પરીણામ
ધો.10નાં રિપીટર વિદ્યાર્થીઓનું સાવ નબળુ ફકત 10% પરીણામ

2.98 લાખ વિદ્યાર્થીઓમાંથી ફકત 30 હજાર વિદ્યાર્થીઓ પાસ: કુલ 12.75 ટકા વિદ્યાર્થિનીઓ અને 8.07 ટકા વિદ્યાર્થીઓ સફળ થયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.10ની રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરીણામ પણ ખુબ જ નબળુ એટલે કે માત્ર 10.04% જ આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ધો.10માં કુલ 3,26,505 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા તેમાંથી 2,98,817 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 30 હજાર અને 12 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. આ રીતે અત્યંત નબળુ પરીણામ રહયું છે. ધો.12માં પણ સામાન્ય અને સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરીણામ નબળુ આવ્યું હતું.

ધો.10નાં રિપીટર વિદ્યાર્થી સારૂ વિદ્યાર્થિનીઓ લઇ આવી હતી. કુલ 12,201 વિદ્યાર્થિનીઓ અને 17,811 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ટકાવારીની દ્રષ્ટિએ 12.75 ટકા વિદ્યાર્થિનીઓ અને 8.07 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. 191 ઉમેદવારોને 20 ટકા પાસીંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો હતો.

ધો.12 સામાન્ય પ્રવાહમાં કુલ 89,106 પૈકીનાં 78215 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 19032 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જયારે 40,727 વિદ્યાર્થિનીઓ પાસ થઇ હતી. આમા પણ વધુ સંખ્યામાં વિદ્યાર્થિનીઓ જ પાસ થઇ છે.

Read About Weather here

એટલે ધો.12 સાયન્સનું પરીણામ પણ 15 ટકા રહયું હતું. આની સામે ધો.10 અને 12નાં રેગ્યુલર વિદ્યાર્થીઓનો દેખાવ અસાધારણ રહયો હતો અને 100 ટકા પરીણામ રહયું હતું.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here