ધો.1 થી 9 ના વર્ગો તાત્કાલિક બંધ કરવા જોઈએ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સમાજસેવા સંગઠક યશવંત જનાણીની મુખ્યમંત્રી-રાજયપાલને રજૂઆત

રાજકોટના સમાજ સેવા સંગઠક યશવંત જૂનાણીએ રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને રજૂઆત કરી છે કે, કોરોની મહામારીની ત્રીજી લહેર દસ્તક કરી રહી છે. ત્યારે આગામી 10મી જાન્યુઆરીએ યોજાનાર વાઇબ્રન્ટ સમિટને મુલતવી રાખવું જોઇએ. કારણ કે આ કાર્યક્રમમાં દેશવિદેશનાં અનેક મહાનુભાવો પધારવાનાં છે.

Visit Saurashtra Kranti Homepage here

જો તેઓ કોરોનાને મહેમાન તરીકે સાથે લાવ્યા તો ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થવાનો પુરેપુરો ભય છે. ગુજરાત સરકારે જનતાની આરોગ્યની ચીંતા પહેલા કરવી જોઇએ નહીં કે વાઇબ્રન્ટ સમિટની જો આના કારણે કોરોનાનો ફેલાવો થયો તો એના માટે ગુજરાત સરકાર જ જવાબદાર રહેશે.

યશવંત જનાણીએ બીજી લહેર વખતે વિજયભાઇ રૂપાણીની સરકાર પાસે શનિ-રવિ લોકડાઉન નાખવાની વાત કરેલ તેની જરૂર આજે પણ ઉભી થઇ છે. ત્રીજી લહેરને અંકુશમાં રાખવા અને તેનાથી બચવા ગુજરાત સરકારે

શનિ – રવિ લોકડાઉન રાખવાની અને સરકારી કચેરીઓ તથા ખાનગી કચેરીઓ 50 % ની ક્ષમતા સાથે કામ કરે અને ખાનગી કે સરકારી બસોમાં 50 % ક્ષમતાની સાથે મુસાફરોનું વહન કરે તેવી આચાર સંહિતા તાકિદે બહાર પાડવી જોઇએ.

તેવી માંગણી કરતા જણાવ્યું છે. રાજકોટમાં કોર્પોરેશન સંચાલિત બી.આર.ટી.એસ. રૂટમાં ચાલતી બસો કે સીટી બસો પણ 70-80 % ની ક્ષમતા સાથે યાલવી જોઇએ. ડ્રાઇવર ક્ધડક્ટર સહિત મુસાફરોએ માસ્ક પહેરવા

જોઇએ અને બસોને સેનીટાઇઝ કરવી જોઇએ. મ્યુ.કમિશનરનાં દાવા પ્રમાણે બી.આર. ટી.એસ. બસ સ્ટોપ ઉપર નથી થર્મલ ગનથી ચેક કરવામાં આવતું કે નથી હાથ ધોવા માટે સેનીટાઇઝર. આ વ્યવસ્થા તાકિદે શરૂ કરવા અનુરોધ છે.

Read About Weather here

આ ઉપરાંત મુખ્યમંત્રીને અનુરોધ કરી જણાવેલ કે વિદ્યાર્થીઓને અને નાના ભૂલકાઓની સલામતી માટે ધો.1 થી 9 નાં વર્ગો 31 જાન્યુઆરી સુધી તાત્કાલિક અસરથી બંધ કરવા જોઇએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here