ધોળા દિવસે લૂંટ…!

ધોળા દિવસે લૂંટ…!
ધોળા દિવસે લૂંટ…!
બાદમાં આ લૂંટારૂઓ ગણતરીના સમયમાં ફરાર થઈ જતા પોલીસ દોડતી થઇ છે. સુરતના ડિંડોલી ઓમ નગર નજીક આંગડીયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવી બે લૂંટારૂ રોકડા ૩૩ લાખની લૂંટ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે લૂંટારૂઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

બાઈક પર જતાં આંગડીયાના કર્મચારી પાસેથી રૂપિયા ભરેલો થેલો બંદૂક બતાવી લૂંટી લીધો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના સિલીકોન શોપર્સમાં આવેલી આંગડિયા પેઢીનો કર્મચારી આજે સવારે ડિંડોલી ઓમ નગર નજીક ખુલ્લા મેદાન પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યા તેને બંદૂક બતાવી તેની પાસેના રોકડા રૂ. ૩૩ લાખની લૂંટ કરી ગણતરીના સમયમાં ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતા દોડી ગયેલી પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ આજુબાજુના લોકોની પૂછપરછના આધારે લૂંટારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

સ્થાનિકો પણ લૂંટની ઘટનાથી દોડી આવ્યાં હતાં.

Read About Weather here

સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, લૂંટારૂઓએ બાઈક ચાલક આંગડીયાના કર્મચારીને અટકાવીને રૂપિયા ભરેલી બેગ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કર્મચારીએ ન આપતા ઝપાઝપી થઈ હતી. બાદમાં બન્ને લૂંટારૂઓ નાસી ગયાં હતાં.આખરે લૂંટારૂઓએ બંદૂક બતાવતાં કર્મચારીને બેગ આપી દેવી પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here