ધોરાજી પંથકના ખેડૂતો માટે પાણી નહીં છોડાય તો કેનાલ ખોલીશુ: લલિત વસોયા

ધોરાજી પંથકના ખેડૂતો માટે પાણી નહીં છોડાય તો કેનાલ ખોલીશુ: લલિત વસોયા
ધોરાજી પંથકના ખેડૂતો માટે પાણી નહીં છોડાય તો કેનાલ ખોલીશુ: લલિત વસોયા

ભાદર-1માંથી પાણી આપવા ભૂપેન્દ્રભાઇ પટેલ, રાઘવજીભાઇ પટેલને રજૂઆત

ભાદર-1નું પાણી કેનાલ મારફત ન છોડાય તો અમે ખેડૂતોને સાથે રાખીને જાતે કેનાલ ખોલીશું. તેવી ચિમકી ઉપલેટા-ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઇને પત્ર પાઠવીને જણાવેલ કે, ધોરાજી અને આજુબાજુ વિસ્તારના ખેડૂતોને રવિ પાકના વાવેતર માટે કેનાલનું પાણી છોડવાની સરકારમાં રજૂઆત કરેલ છે.

આ અંગે ગુંદાળા, ફરેણી, નાની પરબડી, તોરણીયા, મોટી પરબડી, ધોરાજી, જમનાવડ, પીપળીયા, મોટી મારડ, વાડોદળ, ઉદકીયા તેમજ જૂનાગઢ જિલ્લાના મજેવડી, ગોલાધર, પતરાસપર સહિતના

ખેડૂતોએ ધારાસભ્યને કેનાલમાં પાણી છોડવા અંગે રજૂઆત કરેલ ને આ અંગે ખેડૂતો ધારાસભ્ય લલીતભાઇ વસોયાને રજૂઆત કરતા ધારાસભ્યએ પણ આ સિંચાઇ અંગે રજૂઆતો કરેલ હતી.

Read About Weather here

આ તકે ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જણાવેલ કે, જો ભાદર-1 કેનાલમાં પાણી છોડવામાં નહી આવે તો કાયદો હાથમાં લઇ ખેડૂતોને સાથે લઇને ડેમના પાટીયા હાથે ખોલી નાખીશું તેવી ચિમકી ઉચ્ચારેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here