ધોરાજીની સિવિલમાં આધુનિક ડાયાલિસીસ સેન્ટર શરૂ કરાશે

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

સ્થાનિકોની રજૂઆતના પગલે તંત્રની મંજૂરીની મહોર: કિડનીના દર્દીઓને હવે ઘરઆંગણે મળશે સુવિધા

ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે આધુનિક ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવાની સ્થાનિક નગરજનો સંસ્થાઓની રજૂઆતના પગલે આરોગ્ય તંત્ર દ્વારા મંજૂરી અપાઈ છે. ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે આધુનિક ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

આ સેન્ટરમાં આધુનિક ડાયાલિસિસના મશીનો મુકાશે અને એક કરોડ કરતા વધારેની સાધન સામગ્રી અને આધુનિક સુવિધાઓથી સજજ આ કેન્દ્ર શરૂ કરવા માટેની મંજૂરી અપાઈ ગઇ છે. ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વસેટીયને જણાવ્યું હતું ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવાની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી અપાઈ છે. ટુંક સમયમાં કામગીરી શરૂ થનાર હોવાનું જણાવ્યું હતું. ધોરાજીમાં સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં આધુનિક ડાયાલિસિસ સેન્ટર મંજૂર કરાતાં ટુંક સમયમાં આવા દર્દીઓને ઘર આંગણે સારવાર મળી રહેનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here