ધારાસભ્યને ખેડૂતે થપ્પડ મારી…!

ધારાસભ્યને ખેડૂતે થપ્પડ મારી...!
ધારાસભ્યને ખેડૂતે થપ્પડ મારી...!
ખેડૂતોની ઉંમર 60 વર્ષ હતી અને તેમણે ભારતીય કિસાન યુનિયનની ટોપી પહેરી રાખી હતી. તેમના એક હાથમાં લાકડી હતી. થપ્પડ શા માટે મારવામાં આવી તે અંગે જાણકારી મળી નથી. ઉત્તર પ્રદેશમાં સદર બેઠકથી ભાજપના ધારાસભ્ય પંકજ ગુપ્તાને એક ખેડૂતને જાહેર સભામાં સ્ટેજ પર સૌની સામે જ થપ્પડ મારી દીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

કોઈપણને સમજમાં આવે તે અગાઉ આ ઘટના બની હતી, જોકે ત્યારબાદ પોલીસ સક્રિય થઈ ગઈ અને ખેડૂતને પકડી બળજબરીપૂર્વક મંચ પરથી નીચે ઉતાર્યાં.

એક ચેલન સાથે વાતચીતમાં ધારાસભ્ય થપ્પડ મારવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે જનસભામાં એવું કંઈ જ થયું ન હતું. જોકે આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.

આ ઘટના બે દિવસ અગાઉની છે. મળતી માહિતી પ્રમાણે ધારાસભ્ય પંકજ ગુપ્તા બુધવારે માખી પોલીસ સ્ટેશન વિસ્તારના એરા ભદિયારમાં હતો. અહીં અમસર શહીદ ગુલાબ સિંહ લોધીની જયંતી કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા. જ્યારે જનસભાનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં સાંસદ સાક્ષી મહારાજ પણ હતા.

જ્યારે આ મુદ્દે વિવાદ થતા બાદમાં પંકજ ગુપ્તાને થપ્પડ મારનારા વૃદ્ધ સાથે શુક્રવારે સાંજે તેમના કેમ્પ કાર્યાલયમાં પત્રકાર પરિષદ યોજી હતી. ધારાસભ્યએ કહ્યું કે છતરપાલ તેમના વડીલ સમાન છે, પિતા તુલ્ય છે.

Read About Weather here

ઉત્તર પ્રદેશના માહિતી અને જનસંપર્ક વિભાગે ઉન્નાવની ઘટનાને ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી ગણાવી. #ફેક્ટ ચેક નામથી એક પોસ્ટર જાહેર કરી કહ્યું કે વાયરલ વીડિયો ગેરમાર્ગે દોરે છે.વીડિયો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. વિપક્ષોને કોઈ મુદ્દો મળી રહ્યો નથી માટે તેઓ આ પ્રકારના વિવાદ કરે છે. આની પુષ્ટિ “સૌરાષ્ટ્ર ક્રાંતી” કરતી નથી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here