ધારાસભ્યની દારૂ પાર્ટી

ધારાસભ્યની દારૂ પાર્ટી
ધારાસભ્યની દારૂ પાર્ટી
પોલીસે ઇંગ્લીશ દારૂની ચાર બોટલો સહિત 2 કાર અને એક બાઇક તથા 7 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 12. 96 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે. ગાંધીના ગુજરાતમાં દારૂની બદીઓ વ્યાપક પ્રમાણમાં ફુલી ફાલી છે. તેમાં આજનું યુવાધન બરબાદી તરફ જઈ રહ્યું છે, પરંતુ યુવાનોના રોલ મોડેલ ગણાતાં લોકો જ જો દારૂના નશામાં પકડાય તે તો હદ થઈ ગઈ કહેવાય.

Visit Saurashtra Kranti Homepage here

મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય અને વિદ્યાર્થીઓના રોલ મોડેલ ગણાતાં શા. શિક્ષણના અધ્યાપક ઈંગ્લિશ દારૂની મહેફિલમાં ઝડપાયા છે. કુલ 8 વ્યક્તિઓ લાકડાના માચડા પર બેસી દારૂની મહેફિલ માણતાં પોલીસના હાથે પકડાઈ ગયા છે. ખેડા ટાઉન પોલીસે ગુરુવારની રાત્રે બાતમીના આધારે કતકપુરા ભાટીયા લાટમાં શ્રીજી ટ્રેડર્સના ગોડાઉનના પાછળના ભાગે દારૂની ચાલતી મહેફિલમાં દરોડો પાડ્યો હતો.

આ દરમિયાન લાકડાના માચડા પર બેસી દારૂની મહેફિલ માણતાં 8 વ્યક્તિઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જેમાં મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય અને શા. શિક્ષણના અધ્યાપક ગૌતમભાઈ રાવજીભાઈ ચૌહાણ (રહે.વરસોલા, તા. મહેમદાવાદ), મનીષ જગદીશભાઈ પટેલ (રહે. ભાટીયા લાટ, કતકપુરા, તા. મહેમદાવાદ), નૈષેધ ભાનુપ્રસાદ ભટ્ટ (રહે. નવજીવન સોસાયટી, મહેમદાવાદ), દિલીપભાઈ નટવરભાઈ શાહ (પૃથ્વી કોમ્પલેક્ષ, મહેમદાવાદ),

કેયુર નાગેશભાઈ પટેલ (રહે. માંકવા, તા. મહેમદાવાદ), બાબુભાઈ રમણભાઈ ગોહેલ (રહે. છાપરા, તા. મહેમદાવાદ), ફતેસિંહ રાવજીભાઈ ગોહેલ (રહે. છાપરા, તા. મહેમદાવાદ) અને અરવિંદ બુધાભાઇ ચૌહાણ (રહે. છાપરા, તા. મહેમદાવાદ)નો સમાવેશ થાય છે.આ તમામ લોકો નશામાં હતા અને પોલીસે સ્થળ પરથી દારૂની અર્ધ ભરેલી ત્રણ બોટલો તથા અર્ધ એક પ્લાસ્ટિકની બોટલોમાં સુંઘી જોતા દારૂ હોવાનું માલૂમ પડયું હતું. ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત દારૂની મહેફિલ માણતા પકડાયેલા 8 પૈકી ગૌતમ રાવજીભાઈ ચૌહાણ પોતે મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

Read About Weather here

તેઓ હાલ નડિયાદમાં ખાનગી કોલેજમાં શારીરિક શિક્ષણના અધ્યાપક છે. વિદ્યાર્થીઓના રોલ મોડેલ ગણાતાં એવા અધ્યાપક આવા પ્રકરણમાં ઝડપાતાં શિક્ષણ જગતમાં પણ સોંપો પડી ગયો છે.આ ઉપરાંત નમકીન તથા બે લોખંડની ટ્રેક્ટરોની રીંગ, એક લાકડાનો માચડો તેમજ એક (MLA) લખેલી ક્રેટા કાર, ઓલ્ટો કાર, એક બાઇક તથા 7 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 12 લાખ 96 હજાર 915નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here