ધારાસભ્યના પત્રથી અનેક ભોગબનનારાઓને હિંમત આવી, હજુ પણ વધુ ફરીયાદો બહાર આવે તેવી પુરી શક્યતાઓ

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ વિરૂધ્ધ બળજબરીની વધુ એક ગંભીર ફરિયાદ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ વિરૂધ્ધ બળજબરીની વધુ એક ગંભીર ફરિયાદ
રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસબેડામાં ફડફડાટ મચાવે એવો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે, જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બન્યા છે,

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ એક કિસ્સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશભાઈ સખિયાએ કરી છે. તેમની સાથે આઠેક માસ પહેલાં આશરે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. ફરિયાદી મહેશ સખીયાએ પણ રાજકોટ પોલીસ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે.

તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ રક્ષક નહીં ભક્ષક છે, ક્રાઇમ બ્રાન્ચ એ હવાલા બ્રાન્ચ છે. ત્યારે આ એક ફરિયાદ થયાની સાથે શહેરમાં ભોગબનનારાઓમાં અનો જુમ અને જુસ્સો આવ્યો છે

Read About Weather here

અને તે પણ ફરીયાદ કરવા તૈયારી બતાવી રહ્યા હોવાની શક્યતાઓ છે. હજુ પણ બીજા ભોગબનનાર ખાસ બ્રાંન્ચે કરેલ કામોની વાત ગૃહમંત્રી સુધી પહોંચાડી પોતાની રજુઆત કરશે. તેવી ચર્ચાઓ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here