ધરતીને બચાવવાના નાસાના પ્રયાસો…!

ધરતીને બચાવવાના નાસાના પ્રયાસો...!
ધરતીને બચાવવાના નાસાના પ્રયાસો...!
આ મિશનમાં નાસા સ્પેસક્રાફ્ટને ઉલ્કાપિંડ સાથે ટકરાઈને એની ગતિ અને દિશામાં પરિવર્તન કરશે. એનાથી એ જાણી શકાશે કે કોઈ ઉલ્કાપિંડની ગતિ અને દિશાને કેટલી બદલી શકાય છે, જેનાથી એ ધરતી સાથે ન ટકરાય. નાસા આજે ધરતીને બચાવવા માટે પોતાનું પ્રથમ ‘ડાર્ટ મિશન’ લોન્ચ કરી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારતીય સમયાનુસાર બપોરે 11.50 વાગ્યે સ્પેસક્રાફ્ટનો લોન્ચ વિન્ડો ઓપન થશે, એટલે કે એ પછી હવામાન અને બાકીની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મિશન લોન્ચ કરવામાં આવી શકે છે.

સમજીએ છીએ… નાસાનું આ મિશન શું છે? કામ કેવી રીતે કરશે? જે ઉલ્કાપિંડ સાથે ટકરાશે એ શું છે? મિશનની સમગ્ર ટાઇમલાઇન શું છે? અને એનાથી તમારો જીવ કેવી રીતે બચી શકે છે?…

નાસાએ આ મિશનને DART નામ આપ્યું છે. મિશનમાં નાસા એ જાણવાની કોશિશ કરશે કે અંતરિક્ષમાંથી પૃથ્વી તરફ આવી રહેલા ઉલ્કાપિંડને ધરતી સાથે ટકરાવાથી કઈ રીતે રોકી શકાય છે.

મિશન અંતર્ગત નાસાએ એક સ્પેસક્રાફ્ટ બનાવ્યું છે. આ સ્પેસક્રાફ્ટ ડિમોર્ફસ નામના એક ઉલ્કાપિંડ સાથે ટકરાશે. એ પછી જાણવામાં આવશે કે ટકરાવાને કારણે ડિમોર્ફસની ગતિ અને દિશામાં શું ફેરફાર થયો છે.

આ આધારે એ ગણતરી કરવામાં આવશે કે કોઈપણ ઉલ્કાપિંડની દિશા અને ગતિને કેટલી બદલી શકાય છે. મિશનનો ખર્ચ લગભગ 2 હજાર કરોડ રૂપિયા છે.સ્પેસક્રાફ્ટ ડીડીમોસ નામના એક ઉલ્કાપિંડ સાથે ટકરાશે. ડીડીમોસ બે હિસ્સાવાળો એક ઉલ્કાપિંડ છે, જેની સૌપ્રથમ ભાળ 1996માં મેળવવામાં આવી હતી.

આ ઉલ્કાપિંડનો મોટો હિસ્સો લગભગ 780 મીટરમાં ફેલાયેલો છે, જેનું નામ ડીડીમોસ છે, જ્યારે નાનો હિસ્સો લગભગ 160 મીટરમાં ફેલાયેલો છે, જેને ડિમોર્ફસ કહેવામાં આવે છે. હાલ નાનો હિસ્સો (ડિમોર્ફસ) મોટા હિસ્સા (ડીડીમોસ)ની પરિક્રમા કરી રહ્યો છે.

જોકે ડીડીમોસ ધરતી સાથે ક્યારેય નહીં ટકરાય, એ કારણથી એનાથી આપણને કોઈ જોખમ નથી. આ જ કારણ છે કે નાસાએ પોતાના મિશન માટે એની પસંદગી કરી છે, જેથી ભવિષ્યમાં જો કોઈ એવો ઉલ્કાપિંડ ધરતી તરફ આવ્યો એને કેવી રીતે દૂર રાખી શકાય.

મિશનનો મેઈન હિસ્સો એક ઈમ્પેક્ટર છે. આ ઈમ્પેક્ટર ઉલ્કાપિંડના નાના હિસ્સા સાથે લગભગ 23760 કિમી પ્રતિ કલાકની ઝડપે ટકરાશે. ટક્કરના કારણે ઉલ્કાપિંડના આ હિસ્સાની ઝડપમાં લગભગ 1% ઘટાડો આવશે, જેનાથી તેની ઓર્બિટમાં ફેરફાર થશે.

મિશનનો હિસ્સો એક સેકન્ડરી સ્પેસક્રાફ્ટ પણ છે, જેને ઈટાલિયન સ્પેસ એજન્સીએ બનાવ્યું છે. એનું નામ LICIACube છે. આ સેકન્ડરી સ્પેસક્રાફ્ટ ટક્કરથી 2 દિવસ અગાઉ મેઈન સ્પેસક્રાફ્ટથી અલગ થઈ જશે.

તેનું કામ ટક્કર દરમિયાન ધરતી પર ફોટોઝ અને બાકી જાણકારી મોકલવાનું રહેશે, જેથી મિશન વિશે અપડેટ મળતા રહે. જો ઝડપ અને દિશામાં થોડો પણ ફેરફાર થઈ રહ્યા છે તો સમયની સાથે આ ફેરફાર મોટો થતો જશે.

એક્સપર્ટ્સ કહે છે કે સ્પીડ અને દિશામાં નાના ફેરફારથી જ અથવા તો ઉલ્કાપિંડ ધરતીથી ટકરાશે કે નહીં કે પછી ટકરાશે તોપણ આપણને તૈયાર કરવાનો થોડો સમય મળી શકે છે,

Read About Weather here

જેનાથી નુકસાન ઓછું કરી શકાશેતમને લાગતું હશે કે ઝડપ અને દિશામાં આટલા નાના ફેરફારથી શું ફરક પડશે, પરંતુ સમજવાની વાત એ છે કે અંતરિક્ષમાં ઉલ્કાપિંડ વર્ષો સુધી આમતેમ ઘૂમતા રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here