દેશમાં 2020 ની સાલમાં આત્મહત્યાનાં દોઢ લાખથી વધુ બનાવ

દેશમાં 2020 ની સાલમાં આત્મહત્યાનાં દોઢ લાખથી વધુ બનાવ
દેશમાં 2020 ની સાલમાં આત્મહત્યાનાં દોઢ લાખથી વધુ બનાવ

લોકડાઉન પ્રેરિત બેકારી, સરકાર પ્રેરિત મોંઘવારી મુખ્ય વિલન!
2020 દેશના ઈતિહાસનું સૌથી ખરાબ વર્ષ, આત્મહત્યાઓનો વિક્રમ સર્જાયો: વિદ્યાર્થી વર્ગમાં વધતી જતી આપઘાતની વૃતિથી સામાજીક ચિંતકો સ્તબ્ધ્ધ
2019 નાં પ્રમાણમાં 10 ટકા જેવો વધારો જોવા મળતા સનસનાટી

દેશના ક્રાઈમ રેકર્ડ બ્યુરોનાં અહેવાલમાં દર્શાવવામાં આવેલા આંકડા રૂંવાડા ઉભા કરી દે તેવા છે. દેશ માટે સૌથી ખરાબ અને સૌથી ભયંકર વર્ષ 2020 રહ્યું છે. આ એક જ વર્ષમાં વિક્રમ જનક રીતે આત્મહત્યાની દોઢ લાખથી વધુ ઘટનાઓ બની છે.

Visit Saurashtra Kranti Homepage here

વિદ્યાર્થીઓમાં અલગ-અલગ કારણોસર આપઘાતનું વધતું ચલણ નવી સામાજીક સમસ્યાનો સંકેત આપી રહ્યો છે. આપઘાતનાં કારણોમાં મોટાભાગે કોરોના કાળનાં લોકડાઉનથી સર્જાયેલી બેરોજગારી,

આર્થિક તંગી, નોકરીઓ ગુમાવવાથી પરિવારોમાં સર્જાયેલા સંકટ જેવા કારણો અને સરકારની નીતિઓને કારણે બેફામ વધી ગયેલી મોંઘવારી કારણભૂત માનવામાં આવે છે.

નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોનાં અહેવાલમાં દર્શાવેલા આંકડા અને આપઘાતનાં બનાવ તથા કારણો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. અગાઉ લોકડાઉન જેવા પગલા લેવામાં આવ્યા ત્યારે દેશના ટોચનાં અખબારોએ એવી લાલબતી ધરી હતી કે,

જાતજાતનાં પ્રતિબંધો અને રોજગારી મેળવવામાં સમસ્યાઓને કારણે જનમાનસ પર ખૂબ જ પ્રતિકુળ અસર થઇ શકે છે. જેના પરિણામો ભયંકર આવી શકે છે અને આ અહેવાલ ખરેખર સાચા પડી રહ્યા છે. 2020 માં જેટલી સંખ્યામાં આપઘાત થયા છે એટલા દેશના ઈતિહાસમાં કોઈ વર્ષમાં થયા નથી.

ક્રાઈમ રેકર્ડ બ્યુરોનાં અહેવાલમાં આત્મહત્યા કરવાવાળાઓને નવ વર્ગમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જેમાં કામદારો, ખેતી કામ કરતા મજુરો, વ્યવસાયિકો, પગારદાર કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, સ્વરોજગારી મેળવતા લોકો, ઘરકામ સંભાળતી ગૃહિણીઓ અને નોકરી ગુમાવનારાઓનો સમાવેશ થાય છે.

2020 ની સાલમાં કુલ 1,53,052 જેટલા લોકોએ આત્મહત્યા કરી દીધી હતી. 2019 કરતા પણ 10 ટકા વધુ સંખ્યા જોવા મળી છે. જે બેહદ ચિંતાજનક બાબત છે. 2019 માં પ્રતિ 1 લાખની વસ્તી પર આત્મહત્યાનો દર 10.4 હતો પણ 2020 માં દર લાખની વસ્તીએ આત્મહત્યાનું પ્રમાણ 11.3 જેવું નોંધાયું છે.

જે ભારતીય ઈતિહાસનો વિક્રમ છે અને સૌથી ગંભીર સમસ્યા પણ છે. અહેવાલ ઉમેરે છે કે, રોજમદાર કામદારો એ સૌથી વધુ આત્મહત્યા કરી હોવાનું નોંધાયું છે. 2020 માં કુલ 37666 રોજમદાર શ્રમિકોએ જીવન ટૂંકાવી લીધું હતું.જે કુલ આત્મહત્યાઓ પૈકી 24.6 ટકા જેટલી છે.

મોદી સરકારનાં 7 વર્ષનાં શાસનકાળમાં એ ટકાવારીમાં 24 ટકા જેવો આકરો વધારો થયો છે. આંકડા સૂચવે છે કે, રોજમદાર મજુરોની સમસ્યાઓ સરકાર દૂર કરી શકી નથી. એમને સમયસર રોજગારી મળી રહી નથી. પરિણામે મજુરોને ભૂખે મારવાનો વારો આવ્યો છે.

નવા-નવા જે કાયદા બન્યા છે અથવા તો બની રહ્યા છે એ પણ મોટાભાગે શ્રમિક વિરોધી અને ધનપતિ તરફી છે. સરકારની નીતિઓ, લોકડાઉન અને આર્થિક પરેશાનીઓનાં કાળમાં સૌથી વધુ સહન કરવાનો વર્ગ મજુરોનો છે અને હજુ સહન કરી રહ્યા છે.

એક વર્ષમાં 37 હજાર મજદૂર આપઘાત કરે એ કોઈ નાની સુની ઘટના નથી બલ્કે અતિશય ગંભીર સમસ્યા ગણવી જોઈએ. આત્મહત્યા કરવામાં શ્રમિકો પછીનો સૌથી મોટો આંકડો ઘરકામ કરતી ગૃહિણીઓનો છે. આત્મહત્યા કરવા મજબુર બનેલી એવી મહિલાઓની ટકાવારી 14.6 ટકા જેવી રહી છે.

એ જ રીતે બેકાર લોકોની ટકાવારી 10.2 ટકા રહી છે. ગયા વર્ષે 5579 કિસાનો અને 5098 ખેત મજુરોએ આત્મહત્યા કરી દીધી હતી. જે સરકારી રેકર્ડનાં આંકડા મોજુદ છે. સરકારની નીતિઓને કારણે ધનપતિઓ વધુ ધનવાન બની રહ્યા છે અને ગરીબો વધુને વધુ ગરીબ થઇ રહ્યા છે.

ધંધા-રોજગાર ભાંગી રહ્યા છે. રીટેઈલ બિઝનેસમાં પણ મુડીવાદીઓ ઝુકાવી રહ્યા હોવાથી નાના ધંધાર્થીઓનાં કારોબાર ખતમ થઇ રહ્યા છે. એટલે જ નાના વેપારીઓમાં પણ આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે.

આત્મહત્યા કરનારા મોટાભાગનાં લોકોની ઉંમર 18 વર્ષથી 45 વચ્ચેની રહી છે. એ પણ વિચાર પ્રેરક સમસ્યા છે. એક અભ્યાસમાં એવું પણ જણાયું છે કે, આપઘાત પાછળ જવાબદાર લગભગ 15 કારણો સંશોધકોએ શોધી કાઢ્યા છે.

Read About Weather here

જેમાં ઘરેલું સમસ્યા, બિમારી, વ્યસન, કરજ, બેકારી, ગરીબી, ધંધામાં ખોટ, મિલકતનો વિવાદ, સામાજીક પરિસ્થિતિ વગેરે જવાબદાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here