દેશમાં 2019માં માર્ગ અકસ્માતનાં 1 લાખથી વધુ બનાવ

દેશમાં 2019માં માર્ગ અકસ્માતનાં 1 લાખથી વધુ બનાવ
દેશમાં 2019માં માર્ગ અકસ્માતનાં 1 લાખથી વધુ બનાવ

અકસ્માતોથી 2020માં 23 હજારથી વધુ રાહદારીઓનાં મોત: સુરક્ષિત વિશાળકાય હાઈ-વે બન્યા છતાં વાહનો ટકરાવવાની ઘટનાઓ અવિરત: લોકસભામાં માહિતી આપતા માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રનાં માર્ગ પરિવહન અને હાઈ-વે મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં એવી માહિતી આપી હતી કે, 2019 માં દેશનાં નેશનલ હાઈ-વે પર અકસ્માતોની 137119 જેટલી ઘટનાઓ બની હતી. લેખિત પ્રશ્ર્નનાં જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું કે, હાઈ-વે અપગ્રેડ કરવાની કામગીરી વેગપૂર્વક ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે ઉમેર્યું હતું કે, 34 કિ.મી. જેટલા નેશનલ હાઈ-વે સિક્સલેઈન બનાવવામાં આવ્યા છે અથવા વધુ અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. બીજા 6250 કિ.મી. નેશનલ હાઈ-વે ને સિક્સલેઈન બનાવવાને અપગ્રેડ કરવાની કામગીરી વિચારણા હેઠળ છે.

અત્યારે દેશમાં લગભગ 1870 કિ.મી. લાંબા માર્ગોને ચાર માર્ગીયમાંથી 6 માર્ગીય બનાવવાની કામગીરીનું આયોજન આગળ વધી રહ્યું છે.તેમણે ઈલેક્ટ્રીક વાહનોનાં ચાર્જીંગ સ્ટેશનને લગતા પ્રશ્ર્નનાં જવાબમાં જણાવ્યું હતું કે, અત્યારે નેશનલ હાઈ-વે ઓથોરીટી દ્વારા 39 ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.

Read About Weather here

બીજા 103 સ્ટેશન બનાવવાની યોજના છે. ગડકરીએ એવી માહિતી પણ આપી હતી કે, 2020 ની સાલમાં માર્ગ અકસ્માતોને કારણે 23483 રાહદારીઓનાં મૃત્યુ થયાનું નોંધાયું છે. જયારે માર્ગ અકસ્માતોમાં થયેલા મૃત્યુનું પ્રમાણ ગયા વર્ષ કરતા ઓછું રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here