દેશમાં સોમવારથી રસીનો પ્રિકોશન ડોઝ અપાશે

દેશમાં સોમવારથી રસીનો પ્રિકોશન ડોઝ અપાશે
દેશમાં સોમવારથી રસીનો પ્રિકોશન ડોઝ અપાશે

રજીસ્ટ્રેશનની જરૂર નથી, સીધા રસી કેન્દ્ર જઈ વેક્સિન લઇ શકાશે

વેક્સિનનો બીજો ડોઝ લઇ લીધાનાં 39 સપ્તાહ બાદ નાગરિકો ત્રીજો પ્રિકોશન વેક્સિન ડોઝ લઇ શકશે. તેવું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

10 મી જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે. વેક્સિન આપવામાં આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટલાઈન કોરોના યોધ્ધાઓ, કોમોરબીડીટી ધરાવતા 60 વર્ષથી વધુ વયનાં નાગરિકોને પ્રાથમિકતા આપવામાં આવશે. રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો પણ સીધા વેક્સિન કેન્દ્ર જઈને ત્રીજો પ્રિકોશન ડોઝ લઇ શકાશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની યાદી ઉમેરે છે કે, કોવિનમાં પહેલેથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. જે નાગરીકે બે ડોઝ લઇ લીધા હોય તેવો સમય લઈને સીધા વેક્સિન કેન્દ્ર જઈ ડોઝ લઇ શકશે.

કેન્દ્રનો ઓનલાઈન સમય લેવાની કામગીરી પણ આજથી શરૂ થઇ જશે.કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે, પ્રિકોશન ડોઝ પણ અગાઉનાં બે ડોઝ જેવો જ હશે. 60 વર્ષથી ઉપરનાં સિનિયર સીટીઝને મેડિકલ પ્રમાણપત્ર કે દવાની ચિઠ્ઠી પણ રજુ કરવાની રહેશે નહીં. ગત 25 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ ત્રીજા ડોઝનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.

Read About Weather here

દરમ્યાન કોરોનામાં ઉછાળો આવ્યો હોવાથી રસીકરણ પણ વેગવાન બનાવવામાં આવી રહ્યું છે. શુક્રવારે 150 કરોડ વેક્સિના ડોઝનો આંક પૂર્ણ કરી લેવાયો છે.
ગઈકાલે એક દિવસમાં 81 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. વડાપ્રધાને ખૂદ ટ્વીટ કરીને વેક્સિનેશન કામગીરીની પ્રશંસા કરી હતી અને 150 કરોડની સિધ્ધિ બદલ દેશવાસીઓ તથા આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here