દેશમાં બર્ડ ફલૂથી પ્રથમ મોત

દેશમાં બર્ડ ફલૂથી પ્રથમ મોત
દેશમાં બર્ડ ફલૂથી પ્રથમ મોત

દિલ્હી એઇમ્સમાં દાખલ 11 વર્ષીય બાળક ચેપનો શિકાર બન્યો હતો

દેશમાં બર્ડ ફલૂથી પ્રથમ મોત નોંધયુ હતું. દિલ્હી એઇમ્સમાં દાખલ 11 વર્ષીય બાળક ચેપનો શિકાર બન્યો હતો એક દિવસ પહેલા બાળકનું મોત નીપજયું હતું, પરંતુ મંગળવારે ચેપનો અહેવાલ મળ્યા બાદ, દેશની બે જુદી જુદી વૈજ્ઞાનિકોની ટીમો સક્રિય કરવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

આ સાથે જ સરકારે હાઈએલર્ટ પણ જાહેર કર્યું છે.માહિતી મુજબ બાળકને 2 જુલાઈએ એઈમ્સના ડી -5 વોર્ડમાં દાખલ કરાયો હતો. જયારે તેની હાલત અહીં બગડતાં પહેલા તેમને આઈસીયુ અને ત્યારબાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ સોમવારે તેમનું મોત નીપજયું હતું.

જયારે મંગળવારે બપોરે તપાસનો અહેવાલ આવ્યો ત્યારે એઇમ્સમાં હંગામો થયો હતો.તાત્કાલિક સારવાર આપતી આખી ટીમને એલર્ટ કરી દેવામાં આવી હતી.
હાલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હાઇ એલર્ટ જારી કર્યું છે.

બાળકનો આખો પરિવાર અને સંપર્કમાં આવનારાઓને ઓઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત, તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સર્વેલન્સ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓળખ જાહેર કરી શકાતી નથી, પરંતુ એઈમ્સના સૂત્રો કહે છે

Read About Weather here

કે બાળક કોઈ બહારના રાજયનો રહેવાસી હતો, તે દિલ્હીનો રહેવાસી ન હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here