દેશમાં જેટ ગતિથી વધતું ઓમિક્રોન સંક્રમણ, કુલ 415 કેસ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

નો ક્રિસમસ પાર્ટી, નવા વર્ષની ધીંગા મસ્તી ઉપર પણ લગામ…
સૌથી વધુ મહારાષ્ટ્રમાં 108, દિલ્હીમાં 79, ગુજરાતમાં 43 નવા કેસ: રાજ્યમાં સૌથી વધુ વડોદરામાં 17, અમદાવાદમાં 9 અને આણંદમાં 4 કેસ
ઓમિક્રોન સંક્રમિત પૈકીનાં 91 ટકાએ વેક્સિનનાં બે ડોઝ લીધા છતાં ચેપ: સરકારનાં વિષ્લેષણમાં બહાર આવી ચોંકાવનારી હકીકત

ગુજરાતની સાથે-સાથે દેશના કુલ 17 રાજ્યોમાં કોરોનાનાં વેરીએન્ટ ઓમિક્રોનનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. આજ સુધીમાં ઓમિક્રોનનાં કેસની કુલ સંખ્યા વધીને 415 પર પહોંચી ગઈ છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

કેન્દ્ર સરકારનાં આરોગ્ય વિભાગનાં એક ખાસ સર્વેક્ષણમાં એવી ચોંકાવનારી હકીકત ખુલ્લી છે કે, ઓમિક્રોન સંક્રમિત થયેલા 91 ટકા દર્દીઓએ વેક્સિનનાં બંને ડોઝ લઇ લીધા પછી પણ એમને ઓમિક્રોનનું સંક્રમણ લાગ્યું છે.

ઓમિક્રોન અને કોરોનાનાં વધતા જતા બેવડા પ્રહારોને પગલે અનેક રાજ્યોમાં નવેસરથી નાઈટ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં શાળાઓમાં પણ કોરોના સંક્રમણ બેહદ વધી રહ્યું છે.

મુંબઈમાં તો એક લેબોરેટરી સીલ કરવી પડી છે. પરિણામે આજથી અનેક રાજ્યોમાં નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. ગઈકાલે ગુજરાતમાં કોરોનાનાં નવા 98 કેસ નોંધાયા હતા અને 2 મોત થયાનું નોંધાયું હતું.

તાન્ઝાનિયાથી ગાંધીનગરનાં રાયસણ આવેલી બે વિદ્યાર્થીનીઓ ઓમિક્રોન સંક્રમિત હોવાની શંકા પરથી એમના સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. ગુજરાત ઉપરાંત યુ.પી, મહારાષ્ટ્ર, તેલંગણા અને કર્ણાટકમાં નાઈટ કર્ફ્યુંનું પુનરાગમન થયું છે.

દેશમાં ઓમિક્રોનનાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 108, દિલ્હીમાં 79, ગુજરાતમાં 43, તેલંગણામાં 38 અને કેરળમાં 37 કેસો નોંધાયા છે. 17 રાજ્યોમાં ઓમિક્રોનનાં કુલ 415 કેસ થઇ ગયા છે.

ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 43 કેસ થઇ ગયા છે. સૌથી વધુ વડોદરામાં 17, અમદાવાદમાં 9, આણંદમાં 4, જામનગરમાં 3, ખેડા અને મહેસાણામાં 3-3, સુરતમાં 2 અને રાજકોટ તથા ગાંધીનગરમાં 1-1 કેસ નોંધાયો છે.

દેશમાં અન્યત્ર ઓમિક્રોનનો ઝડપથી આતંક વધી રહ્યો હોય એવા રાજ્યોમાં તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 કેસો નોંધાયા છે. સુરત અને ગાંધીનગરમાં ઓમિક્રોનનો એક-એક શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે. જે બંનેનાં રીપોર્ટ આવવાના બાકી છે.

આ પરિસ્થિતિને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિતનાં 17 થી વધુ રાજ્યોએ નાતાલની ઉજવણીનાં કાર્યક્રમો અને નવા વર્ષની પાર્ટીના કાર્યક્રમો પર નિયંત્રણો જાહેર કર્યા છે. સંખ્યા અને સમય માર્યાદિત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં આજથી નાઈટ કર્ફ્યું રાત્રે 11 વાગ્યાથી શરૂ થઇ જશે. જયારે મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં રાતનાં 9 થી જ સંચારબંધી લાગુ કરી દેવામાં આવી છે. દરમ્યાન કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલય હસ્તક હાથ ધરવામાં આવેલા વિષ્લેષણમાં એવી હકીકત ખુલ્લી છે

કે, ઓમિક્રોનનાં કુલ કેસો પૈકીનાં 91 ટકા કેસમાં વેક્સિનનાં બબ્બે ડોઝ લેનારને પણ ઓમિક્રોન સંક્રમણ લાગી ગયાનું બહાર આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 183 કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. 70 ટકા કેસોમાં તો કોઈ પૂર્વ લક્ષણ પણ જોવા મળ્યા નથી.

Visit Saurashtra Kranti Homepage here

માત્ર 7 ઓમીક્રોન દર્દી એવા છે જેમણે વેક્સિન લીધી નથી અને સંક્રમિત થયા છે. મોટાભાગનાં કેસો વિદેશથી ભારત આવેલા નાગરિકોમાં જોવા મળ્યા છે. આફ્રિકા, યુ.કે, દુબઈ વગેરે દેશોમાંથી આવેલા ભારતીય મુસાફરો સંક્રમિત જણાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here