દેશમાં કોવિડનાં નવા 33 હજાર કેસ, ઓમિક્રોનનાં કુલ 1700

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સૌથી વધુ મહારાષ્ટ્ર, દિલ્હી, કેરાલા, ગુજરાત, રાજસ્થાનમાં કેસોમાં ઉછાળો: ઓમિક્રોનનાં એક જ દિવસમાં 175 નવા કેસો નોંધાયા
24 કલાકમાં કોવિડથી 123 નાં મોત, દેશભરમાં બાળકોનું રસીકરણ શરૂ

દેશભરમાં આજથી 15 થી 18 વર્ષની વયજૂથનાં બાળકોનું રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે-સાથે કોરોના અને ઓમિક્રોન બંને વાયરસ હાહાકાર મચાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસો 33750 જેટલા નોંધાયા હતા. જયારે ઓમિક્રોનનાં એક દિવસમાં નવા 175 કેસો નોંધાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ રીતે દેશમાં ઓમિક્રોનનાં કુલ કેસોની સંખ્યા વધીને 1700 થઇ ગઈ છે. જયારે કોવિડનાં કેસોની સંખ્યા સાડા ત્રણ કરોડ જેટલી થઇ ગઈ છે. તેવું આરોગ્ય મંત્રાલયનો અહેવાલ જણાવે છે.

મહારાષ્ટ્ર, દિલ્હી, કેરાલા, ગુજરાત, તમિલનાડુ અને રાજસ્થાનમાં ઓમિક્રોન વાયરસ સૌથી વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસથી 24 કલાકમાં 10 હજાર દર્દીઓ સાજા થયા છે અને 123 નાં મોત થયાનું નોંધાયું છે. એક્ટીવ કેસોનું પ્રમાણ એક જ દિવસમાં 22781 થઇ ગયું છે.

દેશના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોનનાં કેસો નોંધાયા છે. જો કે કુલ 1700 કેસોમાંથી 639 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. દેશમાં કુલ 145.44 કરોડ વેક્સિન ડોઝ અપાઈ ગયા છે. હવે બાળકોનું રસીકરણ શરૂ થઇ ગયું છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનાં સૌથી વધુ 510 કેસ થઇ ગયા છે. એ પછીનાં ક્રમે દિલ્હીમાં ઓમિક્રોનનાં 351 કેસ નોંધાયા છે. કર્ણાટકમાં ઓમિક્રોનનાં 76 કેસ થઇ ગયા છે. પશ્ચિમ

Read About Weather here

બંગાળનાં કોલકતામાં મેટ્રો અને સ્થાનિક ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળતા નવા નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. હવે 50 ટકા ક્ષમતા સાથે જ મેટ્રો અને પરાની ટ્રેનો દોડશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here