દેશમાં કોરોના મહામારીનાં વેગપૂર્વક ઘટતા કેસ, ત્રીજી લહેર પૂરી થવા ભણી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

24 કલાકમાં નવા 13 હજારથી વધુ કેસ નોંધાયા, 235 દર્દીઓનાં મૃત્યુ : નવી કોરબીવેક્સ કોરોના રસીને મંજૂરી આપતી કેન્દ્રીય લેબોરેટરી, બુસ્ટર ડોઝ માટે વયમાં ઘટાડો ન કરવા નિષ્ણાંતોનું સૂચન

દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર પૂરી થઇ રહી હોવાના સંકેત સમાન નવા કેસોમાં વેગપૂર્વક ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં નવા 13405 કેસો નોંધાયા હતા. જયારે કોરોનાથી 235 દર્દીઓનાં મૃત્યુ થયાનું નોંધાયું હતું. આ રીતે પોઝિટિવિટિ રેટ ઘટીને 1.24 ટકા થઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનાથી દેશમાં થયેલા કુલ મૃત્યુનો આંક 512344 થઇ ગયો છે. એક્ટીવ કેસોની સંખ્યા પણ ઘણી ઘટી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ એક્ટીવ કેસો ઘટીને 1 લાખ 81 હજાર જેટલા થઇ ગયા છે. દરમ્યાન 12 થી 17 વર્ષની વયનાં બાળકો માટે બાયોલોજીકલ- ઈ કંપનીએ તૈયાર કરેલી કોરોના રસી કોરબીવેક્સને કેન્દ્રીય ડ્રગ્સ લેબોરેટરીએ મંજૂરીની મ્હોર મારી દીધી છે. કેન્દ્ર સરકારે રસીનાં 5 કરોડ ડોઝ ખરીદવાની તૈયારી કરી લીધી છે અને ફેબ્રુઆરી અંત સુધીમાં રાજ્યોને પણ આ રસીનો પુરવઠો મળી જશે. ઈમરજન્સી ઉપયોગ માટે આ ત્રીજી રસીને મંજૂરી અપાઈ છે.

બુસ્ટર ડોઝ માટે વય ઘટાડો કરવા સામે નિષ્ણાંતોએ લાલબતી ધરી છે. નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, બુસ્ટર ડોઝ માટે વયમાં ઘટાડો કરવો જોઈએ નહીં. કેન્દ્ર સરકારે એ દિશામાં વિચારવું ન જોઈએ. જયારે આઈસીએમઆર નાં ચેપીરોગ નિષ્ણાંત ડો.લલિત કાંત જુદો અભિપ્રાય ધરાવે છે. એમનું માનવું છે કે, બુસ્ટર ડોઝ ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ બને છે. એટલે વધુને વધુ લોકોને બુસ્ટર ડોઝ કાર્યક્રમમાં આવરી લેવા જોઈએ.

Read About Weather here

ભારતમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનાં નવા કેસો અને મૃત્યુ આંકમાં 50 ટકા જેટલો જોરદાર ઘટાડો નોંધાયો છે. જેના કારણે નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે ત્રીજી લહેર હવે અંત તરફ જઈ રહી છે.રસીકરણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં વેક્સિનનાં 35.50 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. આ રીતે દેશમાં કુલ 175.83 કરોડ વેક્સિન ડોઝ આપી દેવાયા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here