દેશમાં કોરોનાનાં કેસમાં એક દિવસમાં 12 ટકાનો ઉછાળો, 491 નાં મોત

દેશમાં કોરોનાનાં કેસમાં એક દિવસમાં 12 ટકાનો ઉછાળો, 491 નાં મોત
દેશમાં કોરોનાનાં કેસમાં એક દિવસમાં 12 ટકાનો ઉછાળો, 491 નાં મોત

છેલ્લા 24 કલાકમાં 3,17,532 નવા કેસો નોંધાતા હલચલ: ઓમિક્રોનનાં કેસો વધીને 10 હજારની નજીક પહોંચી ગયા
લગભગ 200 દિવસ બાદ કોરોના મૃત્યુનો એક દિવસનો આંક 500 ની નજીક

ગઈકાલે કોરોનાનાં કેસોમાં ઘટાડો થયા બાદ મહામારી ઘટી રહી હોવાની શક્યતા ઠગારી નિવડી છે અને માત્ર એક જ દિવસમાં કોરોનાનાં કેસોમાં 12 ટકા જેવો ભારે ઉછાળો નોંધાયો છે અને 491 દર્દીઓનાં મોત થયાનું નોંધાયું છે. છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં 3,17,532 નવા કેસો નોંધાયા હતા. આ રીતે એક્ટીવ કેસની સંખ્યા વધીને 19 લાખથી પણ વધુ થઇ જવા પામી છે. બીજી તરફ ઓમિક્રોન પણ વિસ્તરી રહ્યો છે. ગુરૂવારે ઓમિક્રોનનાં કેસોમાં ત્રણ ટકાથી વધુ ઉછાળો આવતા કુલ કેસ 9287 થઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

કેરળમાં કોરોના પોઝિટિવિટી રેટમાં 37 ટકા જેવો ભારે વધારો નોંધાયો છે. આવનારા ત્રણ સપ્તાહ રાજ્ય માટે ખૂબ જ નિર્ણાયક બની રહેશે. કારણ કે ત્યાં ઓમિક્રોન અને કોરોનાની ત્રીજી લહેર દિવસે-દિવસે આકરી બની રહી છે. 249 દિવસ બાદ પહેલીવાર ભારતમાં કોરોનાનાં એક દિવસીય કેસો 3 લાખની સપાટી વટાવી ગયા છે. કુલ કેસો 4 કરોડની નજીક પહોંચી ગયા છે. ત્યારે અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુનો કુલ આંક 487693 થઇ જવા પામ્યો છે. ઓમિક્રોનનાં કેસોમાં 3.63 ટકાનો વધારો થવાની નિષ્ણાંતો ચિંતાતુર બન્યા છે. દેશમાં અત્યાર સુધીમાં વેક્સિનનાં 158.96 કરોડ ડોઝ આપી દેવાયા છે.

તેમ કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયનો અહેવાલ જણાવે છે. સાથે-સાથે દેશમાં રિકવરી રેટ ઘણો સારો રહ્યો છે. રાષ્ટ્રીય સરેરાશ 93.09 ટકા જેવી રહી છે. કુલ સંક્રમણ પૈકી એક્ટીવ કેસો માત્ર 5 ટકા છે. દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શિરોમણી અકાલી દળનાં વયવૃધ્ધ નેતા પ્રકાશસિંઘ બાદલ સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી અને એમની તબિયતનાં ખબર પૂછ્યા હતા. 94 વર્ષનાં બાદલ લુધિયાણાની હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે. બિહારમાં બનેલી એક અજબ ઘટનામાં વેક્સિનથી ડરી ગયેલા બે લોકો વેક્સિનથી બચવા ઝાડ પર ચડી ગયા હતા. બિહારનાં બલિયા જિલ્લામાં આ ઘટના બની હતી. છેવટે જિલ્લા વહીવટીતંત્રનાં અધિકારીઓએ માંડ-માંડ સમજાવીને એમને નીચે ઉતાર્યા હતા અને વેક્સિન આપી હતી.

Read About Weather here

દરમ્યાન વૈજ્ઞાનિક લોકોએ એક્સ-રેનો ઉપયોગ કરીને કોરોનાની નિદાન કરવાની વિલક્ષણ પધ્ધતિ શોધી કાઢી છે. સ્કોટલેન્ડનાં વૈજ્ઞાનિકોની એક ટીમે એક્સ-રે કરીને કોરોના વાયરસ શરીરમાં શોધી કાઢવાની પધ્ધતિમાં સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે. આ પધ્ધતિ વડે 98 ટકા સચોટ નિદાન થતું હોવાનો તેમણે દાવો કર્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here