દેશમાં કોરોનાનાં એક દિવસમાં 1 લાખ 41 હજારથી વધુ કેસો નોંધાયા: 285 દર્દીઓનાં મૃત્યુ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

27 રાજ્યોમાં ઓમિક્રોનનાં કેસ વધીને 3071 થયા: વિદેશથી આવેલા તમામ લોકોએ એક સપ્તાહ કવોરન્ટાઇન રહી આઠમાં દિવસે ટેસ્ટ કરાવવો ફરજીયાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની કોર કમિટીની બેઠકમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ પરિસ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી અને નાગરિકોનાં આરોગ્યનાં હિતમાં નવેસરથી કોરોના નિયંત્રણો લાગુ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. એ મુજબ આજે તા.8 થી 15 જાન્યુઆરી સુધી કુલ 10 મહાનગરોમાં કર્ફ્યુંનો સમય લંબાવવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આણંદ અને નળીયાદ બે નવા શહેરો નાઈટ કર્ફ્યુંની યાદીમાં ઉમેરાયા છે. ધો-1 થી 9 નાં વર્ગો બંધ કરવામાં આવ્યા છે. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. સંખ્યાબંધ નીતિ નિયમો સાથે કોરોના પ્રોટોકોલનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તમામ સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં ધો-10 થી 12 નાં ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારનાં વર્ગો ચાલુ રખાશે.

રાજ્ય સરકારનાં નવા જાહેરનામાંનો અમલ આજે તા.8 જાન્યુઆરીથી તા.15 જાન્યુઆરી સુધી કરવાનો રહેશે. જાહેરનામાં મુજબ રાજકોટ સહિત 10 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુંનો સમય લંબાવાયો છે. નાઈટ કર્ફ્યું રાતનાં 10 વાગ્યાથી સવારનાં 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. તમામ વ્યાપારી ગતિવિધિઓ એટલે કે દુકાનો, લારી-ગલ્લા, વાણિજ્ય સંસ્થાઓ, શોપિંગ મોલ,

માર્કેટિંગ યાર્ડ, અઠવાડિક ગુજરીબજાર, હેર સલુન, સ્પા અને બ્યુટી પાર્લર, ચા-પાનનાં ગલ્લા, હોટેલ અને રેસ્ટોરાં રાતનાં 10 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે. હોટેલ અને રેસ્ટોરાં 75 ટકા ક્ષમતા સાથે રાતનાં 10 સુધી ચાલુ રાખી શકાશે. જયારે હોમ ડિલીવરી સેવા રાતનાં 11 સુધી ચાલુ રાખી શકાશે. તમામ પ્રકારનાં સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય કે શૈક્ષણિક જાહેર સમારંભો માટે પણ હાજરીની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

Read About Weather here

લગ્ન પ્રસંગમાં મહતમ 400 મહેમાનોને હાજર રાખી શકાશે. લગ્ન પ્રસંગ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.અંતિમ ક્રિયા કે દફન વિધિ માટે 100 વ્યક્તિઓને હાજર રાખવાની છૂટ અપાઈ છે. સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક અને સ્વીમીંગ પુલ, લાઈબ્રેરી, ઓડીટોરીયમ અને હોલ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચા રાતના 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here