દેશભરમાં ભયાનક ગરમીનું મોજું, દિલ્હીમાં 46,અમદાવાદમાં 44 ડિગ્રી

દેશભરમાં ભયાનક ગરમીનું મોજું, દિલ્હીમાં 46,અમદાવાદમાં 44 ડિગ્રી
દેશભરમાં ભયાનક ગરમીનું મોજું, દિલ્હીમાં 46,અમદાવાદમાં 44 ડિગ્રી
દેશ અને ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી ભયાનક હીટવેવ ફરી વળતા લોકો આકુળ- વ્યાકુળ થઇ ઉઠ્યા છે અને આકરી ગરમી તથા લૂને કારણે દેશના મહાનગરો અને નગરોમાં કર્ફ્યું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને જનજીવન ઠપ્પ થઇ ગયું છે. દેશમાં સૌથી વધુ તાપમાન આજે નવી દિલ્હીમાં 46 અને ગુજરાતનાં અમદાવાદ મહાનગરમાં તાપમાન 44.2 ડિગ્રી નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કાળઝાળ ગરમી, કોલસાની તંગી જેવા પરિબળોને કારણે અનેક રાજ્યોમાં વીજ કટોકટી સર્જાવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

દિલ્હીમાં પારો બે દિવસમાં પાંચ ડિગ્રી વધુ ઉંચકાતા દિલ્હીવાસીઓ કાળઝાળ ગરમીથી હેરાન થઇ ઉઠ્યા છે અને દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એપ્રિલ મહિનામાં આ સૌથી વધુ તાપમાન નોંધાયું છે. આવી રીતે સમગ્ર ઉતર ભારતમાં આકરી ગરમીનું મોજું ફરી વળ્યું છે. લોકોને સાવધાની રાખવા તાકીદ કરવામાં આવી છે. ઉતર ભારતનાં મોટાભાગનાં શહેરોમાં તાપમાન વધીને 40 થી 45 ડિગ્રીની વચ્ચે થઇ જાય તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં પણ અમદાવાદ, રાજકોટ, જામનગર, અમરેલી, ગાંધીનગર, મહેસાણા, પાટણ સહિતનાં શહેરોમાં બે દિવસથી અકળાવી દેનારી ગરમીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેના કારણે ભયાનક હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. અમરેલીમાં 42.3 ડિગ્રી અને રાજકોટમાં 43 ડિગ્રી જેટલું મહતમ તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ થઇ ઉઠ્યા છે. રાજ્યનાં અનેક શહેરોનાં તાપમાનનો પારો આજે 42 ડિગ્રી પહોંચી ગયો હતા. હજુ ચાર દિવસ ભયાનક હીટવેવ ચાલુ રહેશે.

એવી હવામાન ખાતાએ આગાહી કરી છે. લોકોને સાવધાની રાખવા, ભરબપોરે ઘરની બહાર ન નીકળવા, વૃધ્ધો અને બાળકોને દિવસ દરમ્યાન ઘરમાં જ રાખવા, વધુમાં વધુ પ્રવાહી પીતા રહેવા અને શક્ય હોય ત્યાં સુધી શ્વેત રંગનાં ઢીલા અને ખુલતા વસ્ત્રો પહેરી રાખવા વહીવટીતંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ભયાનક ગરમીથી લૂ લાગવાની જોખમ વધી જાય છે એટલે લોકોને મહતમ સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.

લીંબુપાણી, ઓઆરએસનો ભરપુર ઉપયોગ કરતા રહેવા લોકોને સલાહ આપવામાં આવી છે. દરમ્યાન દેશમાં એક તરફ કોલસાની તંગી અને બીજીતરફ કાળઝાળ ગરમીનાં મોજાને કારણે ઉર્જા ઉત્પાદન પર પ્રતિકુળ અસર થઇ રહી છે. માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ઉર્જા ઉત્પાદનમાં 62.30 કરોડ યુનિટની ઘટ આવી છે જેના કારણે ઝારખંડ, રાજસ્થાન, ઉતરપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર અને કાશ્મીરમાં વીજકાપ મુકવાની ફરજ પડી છે. ભયાનક ગરમી હોવા છતાં આ રાજ્યોમાં વીજકાપ લાગુ કરવો પડ્યો છે. ગરમીને કારણે વીજ માંગમાં એકદમ વધારો થયો છે.

Read About Weather here

તો બીજીતરફ કોલસાની તંગીને કારણે ઉર્જામથકો ઉપર પણ ભારે દબાણ આવ્યું છે. જેના કારણે ઉત્પાદનને અસર થઇ રહી છે. ઘણા બધા થર્મલ પાવર પ્લાન્ટ ઓછી ક્ષમતા સાથે કામ કરી રહ્યા છે. સૌથી વધુ ઝારખંડમાં વીજ ઉત્પાદનમાં 17.3 ટકા, કાશ્મીર અને લડાખમાં 11.6 ટકા, રાજસ્થાનમાં 9.6 ટકા જેવી વીજ પુરવઠાની તંગી જોવા મળી છે. પરિણામે ભયાનક ગરમીમાં પણ લોકો વીજકાપનો સામનો કરી રહ્યા છે. હરિયાણામાં પણ વીજ કટોકટી સર્જાવાની પણ સંભાવના ઉભી થઇ છે. ગુજરાતમાં અત્યારે વીજ તંગી નથી પણ પુરતો કોલસો ન મળે તો ઉત્પાદનને અસર થવાની ભીતિ છે અને જળવિદ્યુત ઉત્પાદનો પર વધુ દબાણ કરવાનું આવી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here