દેશભરમાં છવાતો ઓમિક્રોનનો ભય, કુલ કેસ 236

ઓમિક્રોન જેટલી ગતિથી ફેલાઈ છે તેના કરતા વધુ ઝડપે ભય પ્રસરી રહ્યો છે
ઓમિક્રોન જેટલી ગતિથી ફેલાઈ છે તેના કરતા વધુ ઝડપે ભય પ્રસરી રહ્યો છે

નવી દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં નાતાલની પાર્ટી સહિતનાં કાર્યક્રમો રદ: ગુજરાતમાં જામનગર અને વડોદરામાં વધુ 3-3 કેસ નોંધાયા, કુલ કેસ 24

એકતરફથી કોરોનાનાં કેસોમાં ઉછાળો અને બીજી તરફ ઓમિક્રોન વેરીએન્ટનાં વધતા જતા કેસો ધ્યાનમાં લઈને નવી દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીનાં રંગારંગ કાર્યક્રમો પર નિયંત્રણો જાહેર કરી દેવાયા છે. પરિણામે ઉજવણીનો રંગ ઓમિક્રોનનાં ભયને લીધે ફિક્કો પડી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

નવી દિલ્હીમાં કોરોનાનાં 125 નવા કેસો નોંધાયા છે. આથી દિલ્હી સરકારે નાતાલની પાર્ટી અને નવા વર્ષની ઉજવણીનાં કાર્યક્રમો પર પ્રતિબંધ જાહેર કર્યો છે. આવા કાર્યક્રમોમાં કેટલા લોકોને હાજર રહેવું એ હજુ નક્કી કરાયું નથી.

અત્યારે તો તમામ સામાજીક, રાજકીય, મનોરંજન, ધાર્મિક અને સાંસ્કૃતિક તથા તહેવાર લક્ષી કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી કરવા પર નિયંત્રણો જાહેર કરી દેવામાં આવ્યા છે. ખાસ બેઠક કોન્ફરન્સ, લગ્ન-પ્રસંગ અને પ્રદર્શન યોજવા માટે જ બેંકવે હોલનો ખાણી-પીણી માટે ઉપયોગ કરી શકાશે.

દિલ્હીમાં તમામ સંભવિત સંક્રમિત વિસ્તારોમાં નાતાલ અને ન્યુયર ઉજવણી પહેલા સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. દરેક જિલ્લા મેજીસ્ટેટ હસ્તકનાં વિસ્તારોમાં કોરોના સંભવિત લતા, કોલોની, બજારો અને સોસાયટીની ચકાસણી કરી સ્થિતિ મુજબ ભયગ્રસ્ત શ્રેણીમાં મુકવામાં આવશે.

જો કોરોનાનો કડક અમલ ચાલુ રાખે તો જ શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય થવા દેવાશે. તમામ રેસ્ટોરાં, બાર, સિનેમા અને ઓડીટોરીયમ તથા હોલમાં 50 ટકા હાજરી સાથે કાર્યક્રમો કરી શકાશે. દરમ્યાન તેલંગણામાં ઓમિક્રોનનો પહેલો સ્થાનિક કેસ જોવા મળ્યો છે.

મહાનગર મુંબઈમાં પણ 31 ડિસેમ્બર સુધી ચોક્કસ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં નિયમ કરતા વધુ ભીડ ભેગી કરી શકાશે નહીં. આવી પાર્ટીમાં 50 ટકા હાજરીની જ છૂટ અપાઈ છે.

Read About Weather here

પાર્ટી સ્થળની જેટલી ક્ષમતા હોય તેનાથી 50 ટકા હાજરી જ રાખી શકાશે. અત્રે એ યાદ રહે કે, દિલ્હી અને મુંબઈ સહિતનાં દેશના અગ્રણી મહાનગરોમાં નાતાલ અને ન્યુયરની ઢગલાબંધ પાર્ટીઓ યોજાઈ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here