દેશને સુશિક્ષિત અને વિકસિત રાષ્ટ્ર બનાવવા મહિલાઓનું વિશેષ યોગદાન

દેશને સુશિક્ષિત અને વિકસિત રાષ્ટ્ર બનાવવા મહિલાઓનું વિશેષ યોગદાન
દેશને સુશિક્ષિત અને વિકસિત રાષ્ટ્ર બનાવવા મહિલાઓનું વિશેષ યોગદાન

8 માર્ચ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઇ
તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ અવનવી સિદ્ધિ હાંસલ કરીને દેશને એક નવી ઉંચાઈ પ્રદાન કરી છે: કલેક્ટર

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર રાજકોટ દ્વારા આયોજિત 8 માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કલેકટર કચેરી ખાતે ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ પેઇન્ટિંગ કરતા કલાકારોના ચિત્રો નિહાળી તેમને બિરદાવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યું હતું કે, સ્ત્રીઓમાં અપાર શક્તિ રહેલી છે.

Visit Saurashtra Kranti Homepage here

સ્ત્રીઓની સુરક્ષા, સલામતી અને સશક્તિકરણ માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો સતત કાર્યરત છે. આજે મહિલાઓ તમામ ક્ષેત્રમાં ઊંડું ખેડાણ કરીને અવનવી સફળતાઓ હાંસલ કરી રહી છે. તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ અવનવી સિદ્ધિ હાંસલ કરીને દેશને એક નવી ઉંચાઈ પ્રદાન કરી છે, જેનો આપણને સૌને ગર્વ છે. આપણા જિલ્લાને, રાજ્ય કે દેશને સુશિક્ષિત અને વિકસીત રાષ્ટ્ર બનાવવા માટે મહિલાઓનું વિશેષ યોગદાન રહ્યું છે.

Read About Weather here

અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાયેલ સ્પર્ધામાં અંદાજીત 80 થી વધુ ચિત્રકારોએ ભાગ લીધો હતો. જેમાં નાના બાળકો અને વયસ્ક ચિત્રકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ચિત્ર સ્પર્ધાની ખૂબી એ છે કે, સૌ પ્રથમ વખત ચિત્ર સ્પર્ધા કેનવાસ પર કરવામાં આવી હતી અને ચિત્રકારે દોરેલા ચિત્રોને ફેમમાં સજાવીને વિવિધ સરકારી ઓફિસમાં સુશોભન તરીકે રાખવામાં આવશે. આ ચિત્ર સ્પર્ધામાં ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરતી વિદ્યાર્થીનીઓ, સાસુ વહુની જોડી તથા મામલતદાર કક્ષાના અધિકારીઓ ભાગ લીધો હતો.કલેકટરએ તમામ સ્પર્ધકોને મળીને તેઓએ દોરેલા ચિત્ર અંગેનો અભિગમ જાણ્યો હતો તેમજ તેઓને બિરદાવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here